Get The App

જામનગરના નદીપા વિસ્તારમાંથી બે ક્રિકેટના સટ્ટાખોર પકડાયા: અન્ય એક ફરાર

Updated: Mar 2nd, 2023

GS TEAM

Google News
Google News
જામનગરના નદીપા વિસ્તારમાંથી બે ક્રિકેટના સટ્ટાખોર પકડાયા: અન્ય એક ફરાર 1 - image

જામનગર,તા.02 માર્ચ 2023,ગુરૂવાર

જામનગર માં નદીપા વિસ્તારમાંથી એક વેપારી સહિત બે શખ્સોને જાહેરમાં મોબાઈલ ફોન મારફતે ક્રિકેટનો સટ્ટો રમવા અંગે પોલીસે પકડી પડ્યા છે, જ્યારે તેઓની સાથે ક્રિકેટના સોદાની કપાત કરનાર અન્ય એક આરોપીને ફરાર જાહેર કરાયો છે.

જામનગરના સીટી એ. ડિવિઝનના પોલીસ સ્ટાફને ચોક્કસ બાતની મળી હતી કે જામનગરના નદીપા વિસ્તારમાં બે શખ્સો જાહેરમાં ઊભા રહીને મોબાઈલ ફોનની એપ્લિકેશન મારફતે પાકિસ્તાનમાં રમાઈ રહેલી ક્રિકેટ મેચ પર સટ્ટો રમી રહ્યા છે, તે બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો, અને જસ્મીન હેમતલાલ સીમરીયા નામના એક વેપારી ઉપરાંત લુહારી કામ કરતા રમેશ મગનલાલ મકવાણાને ઝડપી લીધા હતા, અને તેઓ પાસેથી બે મોબાઈલ ફોન, ઉપરાંત ક્રિકેટના સટ્ટાને લગતું સાહિત્ય વગેરે મળી રૂપિયા 21,400 ની માલમતા કબજે કરી હતી. 

પોલીસની પૂછપરચ દરમિયાન તેઓ જામનગરના ચાંદી બજાર વિસ્તારમાં રહેતા તુષાર ઉર્ફે રૂપેશ વાણીયા પાસે ક્રિકેટના સોદાની કપાત કરતા હોવાથી તેને ફરાર જાહેર કરી શોધખોળ હાથ ધરવામાં આવી છે.