લાલપુર નજીક મેઘપર પંથકમાંથી બે બાઇક ચોરાઇ : અજાણ્યા શખ્સો સામે ચોરીના ગુના નોંધાયા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar Vehicle Theft : મેઘપર (પડાણા) પોલીસ મથકમાં અલગ-અલગ બનાવમાં બે મોટરસાઇકલ ચોરીની ફરિયાદ નોંધાઇ છે.
પહેલો બનાવ તા.23 સપ્ટેમ્બરના સવારે સાડા નવથી સાંજે પાંચ વાગ્યા દરમિયાન મેઘપર-પડાણા વિસ્તારમાં નવી ખાનગી કંપનીની ટાઉનશિપ સામે ખુલ્લી જગ્યામાં પાર્ક કરેલી હીરો સ્પ્લેન્ડર પ્લસ મોટરસાઇકલ નં. જીજે-10-ડીએલ-0423, કિંમત રૂ.25,000, અજાણ્યો ચોર ચોરી કરી ગયો હતો. આ અંગે ફરિયાદી અવેશભાઇ ઓસમાણભાઇ બસરની ફરિયાદના આધારે મેઘપર (પડાણા) પોલીસે બી.એન.એસ. કલમ-303(2) મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
બીજો બનાવ : તા.26 સપ્ટેમ્બરના સવારે સાડા આઠથી તા.27 સપ્ટેમ્બરના રાત્રિના આશરે અઢી વાગ્યા દરમિયાન સિક્કા ગામના ગોકુલપુરી વિસ્તારમાં પાર્ક કરેલી હીરો સ્પ્લેન્ડર પ્લસ મોટરસાઇકલ નં. જીજે-10-સીજે-9549, કિંમત રૂ.15,000, અજાણ્યો શખ્સ ચોરી કરી ગયો હતો. આ અંગે સામરાજભાઇ રણમલભાઇની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.




