મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સિદસર હેલીપેડ ખાતે આવકારતાં સિદસર ધામના ટ્રસ્ટીઓ તથા મહાનુભવો
જામનગર, તા. 0૩
ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જામજોધપુર તાલુકાના ઉમિયા માતાજી મંદિર સિદસર ખાતે ઉમિયા માતાજી મંદિરના રજત જયંતિ મહોત્સવ સ્મૃતિ સમારોહ તથા નવનિર્મિત ઉમિયાધામના લોકાર્પણ સમારોહમાં સહભાગી થવા આવી પહોંચ્યા હતા.જ્યાં તેમની સાથે રાજ્યમંત્રી બ્રિજેશ મેરજા પણ ઉપસ્થિત રહ્યા હતા. આ તકે હેલિપેડ ખાતે મુખ્યમંત્રીને સિદસર મંદિરના પ્રમુખ જેરામ વાંસજાળીયા, ઊંઝા ઉમિયાધામના પ્રમુખ બાબુ પટેલ, મૌલેશભાઈ પટેલ, જયેશભાઈ પટેલ, જિલ્લા કલેક્ટર ડો.સૌરભ પારઘી, જિલ્લા વિકાસ અધિકારી મિહિર પટેલ સહિતના મહાનુભાવોએ હર્ષભેર આવકાર્યા હતા.