Get The App

જામનગર જિલ્લાના ચાર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના એક સહિત હાલારના પાંચ ડેપ્યુટી કલેક્ટર કક્ષાના અધિકારીઓની બદલી

Updated: Jan 30th, 2024

GS TEAM

Google News
Google News
જામનગર જિલ્લાના ચાર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના એક સહિત હાલારના પાંચ ડેપ્યુટી કલેક્ટર કક્ષાના અધિકારીઓની બદલી 1 - image

image : Socialmedia

જામનગર,તા.૩૦ જાન્યુઆરી 2024,મંગળવાર

ગુજરાત રાજ્ય સરકાર દ્વારા આગામી લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને રાજ્ય સરકારના જુદા જુદા વિભાગોમાં ફરજ બજાવતા અધિકારીઓની ફેર બદલીઓનો દોર હાથ ધર્યો છે, જેના ભાગરૂપે ગઈકાલે રાજ્ય સરકાર દ્વારા 50 જેટલા ડેપ્યુટી કલેક્ટર કક્ષાના અધિકારીઓને બદલી કરવામાં આવી છે, જેમાં હાલરના બન્ને જિલ્લાના પાંચ ડેપ્યુટી કલેક્ટર કક્ષાના અધિકારીઓની પણ બદલી કરવામાં આવી છે.

 જામનગરના ડે.ડી.ડી.ઓ. હર્ષવર્ધન જાડેજાની અમરેલી જિલ્લાના ધારીના પ્રાંત અધિકારી તરીકે બદલી કરવામાં આવી છે. જયારે જામનગરના ડી.એસ.ઓ. અવની એ. હરણની અમદાવાદના સ્પીપા પ્લાનિંગમાં ડેપ્યુટી ડાયરેક્ટર તરીકે બદલી કરવામાં આવી છે.

 જામનગર ગ્રામ્યના પ્રાંત અધિકારી ધાર્મિક વી. ડોબરિયાની જામનગર થી હળવદ પ્રાંત અધિકારી તરીકે બદલી કરાઇ છે. જ્યારે સ્ટેમ્પ ડ્યુટીના ડેપ્યુટી કલેક્ટર કુમારી ગ્રીષ્મા બી.રાઠવાની જામનગર થી જસદણ પ્રાંત અધિકારી તરીકે બદલી કરવામાં આવી છે.

 આ ઉપરાંત દેવભૂમિ- દ્વારકા જિલ્લાના ડેપ્યુટી કલેકટર ડો. ભાર્ગવ ડાંગરની વડોદરામાં પ્રોટોકોલ ડેપ્યુટી કલેક્ટર તરીકે બદલી કરાઇ છે.

Tags :