લાલપુર: ભણગોર ગામનો કરૂણ બનાવ, વાડીમાં રોટોવેટરનું કામ કરાવી રહેલા યુવાનનું મશીનમાં આવી જતા મૃત્યુ
જામનગર, તા. 22 મે 2020, શુક્રવાર
જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના ભણગોર ગામ માં એક ખેડૂત યુવાનનું દુર્ઘટના સર્જાતા મૃત્યુ નિપજ્યું છે. વાડીમાં રોટોવેટર મશીન થી કામ કરાવતા પડી જવાના કારણે અકસ્માત સર્જાયો હતો અને કરુણ મૃત્યુ નીપજ્યું છે.
આ બનાવની વિગત એવી છે કે લાલપુર તાલુકાના ભણગોર ગામમાં રહેતો અને ખેતીકામ કરતો મનોજ જીવણભાઈ પટેલ નામનો ચાલીસ વર્ષ નો ખેડૂત યુવાન ગઈકાલે પોતાની વાડીમાં રોટોવેટર મશીન મારફતે કામ કરાવી રહ્યો હતો. જે દરમિયાન અકસ્માતે તેનો પગ લપસી જતા રોટૉવેટર મશીનમાં આવી જતાં ગંભીર ઈજા થવાના કારણે તેનું કરૂણ મૃત્યુ નિપજ્યું હતું.