Get The App

પુત્રીનો દુપટ્ટો પાછલા વ્હીલમાં વીંટળાઈ જતા કરૂણ મોત

- પિતાના બાઈકની પાછળ બેસી જઈ રહેલી

- ધુતારપર ગામ પાસે સર્જાયેલો અકસ્માત

Updated: Feb 19th, 2021

GS TEAM

Google News
Google News
પુત્રીનો દુપટ્ટો પાછલા વ્હીલમાં વીંટળાઈ જતા કરૂણ મોત 1 - image


જામનગર, તા. 19 ફેબ્રૂઆરી 2021, શુક્રવાર

જામનગર કાલાવડ ધોરીમાર્ગ પર ધુતારપર ગામના પાટિયા પાસે વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. પોતાના પિતાના બાઈકમાં પાછળ બેસીને જઈ રહેલી પુત્રીનો દુપટ્ટો પાછલા વ્હીલમાં વીંટળાઈ જતાં ખેંચાઈને નીચે પટકાઈ પડયા પછી કરૃણ મૃત્યુ નીપજ્યું છે. કાલાવડ ગ્રામ્ય પોલીસ આ મામલે વધુ તપાસ ચલાવે છે.

આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે ગોંડલ તાલુકાના આંબરડી ગામના વતની અશોકભાઇ મનજીભાઈ ઘલવાણી (ઉ.વ.૪૦) ગઈકાલે પોતાની પુત્રી કાજલ (ઉ.વ.૧૮) ને પોતાના મોટરસાયકલ પર પાછળ બેસાડીને રાત્રિના સવા આઠ વાગ્યાના અરસામાં ધુતારપાર ગામના પાટિયા પાસેથી પસાર થઈ રહયા હતા.

જે દરમિયાન અકસ્માતે પાછળ બેઠેલી પુત્રી કાજલનો દુપટ્ટો પાછળના વ્હીલમાં વીંટળાઈ ગયો હતો. જેના કારણે તેણીને ગળેટૂંપો આવી ગયો હતો, અને મોટર સાયકલ માંથી નીચે પટકાઈ પડી હતી. જેમાં તેણીને ગંભીર પ્રકારની ઈજા થઈ હોવાથી ઘટના સ્થળે જ કરૃણ મૃત્યુ નિપજયુ હતું. પિતાની નજર સામે જ પુત્રીના મૃત્યુના બનાવથી ભારે કરૂણાંતિકા સર્જાઇ હતી.આ અકસ્માતમા બનાવવાની પોલીસને જાણ થતાં કાલાવડ ગ્રામ્ય પોલીસે ઘટના સ્થળે દોડી જઇ મૃતદેહનો કબ્જો સંભાળ્યો છે, અને વધુ તપાસ હાથ ધરી છે.

Tags :