જામનગર નજીક જામવણથલી ગામમાં રહેતા યુવાનનો માલગાડી હેઠળ પડતું મુકી આપઘાત
- પોતાની દારુ પીવાની ટેવ છૂટતી ન હોવાથી જિંદગીથી તંગ આવી જઈ ભરેલું અંતિમ પગલું
જામનગર, તા. 04 એપ્રીલ 2020, શનિવાર
જામનગર તાલુકાના જામવણથલી ગામમાં રહેતા અને સેન્ટીંગ કામ ની મજૂરી કરી રહેલા એક યુવાનને ગઈકાલે રાત્રે જામવણથલી રેલવે ટ્રેક પર માલગાડી હેઠળ પડતું મૂકી આત્મહત્યા કરી લીધી છે. પોતાને દારૂ પીવાની ટેવ હોવાથી છૂટતી ન હોવાના કારણે જિંદગીનો અંત લાવી દીધો હોવાનું પોલીસમાં જાહેર કરાયું છે.
આ બનાવની વિગત એવી છે કે જામનગર તાલુકાના જામવણથલી ગામમાં રહેતા અને સેન્ટીંગ કામ ની મજૂરી કરતા ભરતભાઈ મોહનભાઈ શ્રીમાળી નામના ૩૫ વર્ષના યુવાને ગઈકાલે રાત્રે સાડા દસેક વાગ્યાના અરસામાં જામવણથલી ગામ પાસેથી પસાર થતી રેલવે લાઇન ઉપર એક માલગાડી હેઠળ પડતું મૂકી આત્મહત્યા કરી લીધી હતી.
આ બનાવ અંગે મૃતકના મોટાભાઈ કાંતીભાઈ મોહનભાઈ શ્રીમાળીએ પોલીસને જાણ કરતા પંચકોશી એ ડિવિઝનનો પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મૃતદેહનો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં મૃતક યુવાનને ઘણા સમયથી દારૂ પીવાની ટેવ હતી, અને તે છૂટતી ન હોવાના કારણે પોતાની જિંદગીનો અંત લાવી દીધો હોવાનું જણાવાયું હતું. પોલીસ આ મામલે ઉંડાણપૂર્વકની તપાસ કરી રહી છે.