Get The App

જામનગર: પ્રતિબંધિત શિખંડ તથા અન્ય પ્રતિબંધિત વસ્તુઓનું વેચાણ કરતા વેપારીને પકડી લેવાયો

- શીખંડ તેમજ દૂધની ફ્લેવરના 22 કાર્ટુન સીલ કરાયા: લોક ડાઉનના ખુલે ત્યાં સુધી સમગ્ર એજન્સીને સીલ કરી દેવાઈ

Updated: May 1st, 2020

GS TEAM

Google News
Google News
જામનગર: પ્રતિબંધિત શિખંડ તથા અન્ય પ્રતિબંધિત વસ્તુઓનું વેચાણ કરતા વેપારીને પકડી લેવાયો 1 - image

જામનગર, તા. 30 એપ્રીલ 2020, ગુરુવાર

જામનગરમાં રણજીત સાગર રોડ પર સંગમ બાગની સામે આવેલી અમૂલ પ્રોડક્ટ ની એજન્સી મા અમુલ દૂધ ઉપરાંત કેટલીક પ્રતિબંધિત વસ્તુઓ પણ ઉતારવામાં આવી રહી છે અને તેનું જામનગર શહેરમાં ગેરકાયદે રીતે વેચાણ કરવામાં આવી રહ્યું છે, તેવી ચોક્કસ બાતમીના આધારે જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખાએ આજે પરોઢીયે દરોડો પાડી 16 કીલો શિખંડ ના કાર્ટુન તેમજ ફ્લેવર મિલ્ક દૂધની બોટલ ના ૨૨ કાર્ટુન વગેરે કબજે કરી સીલ કરી દીધા છે. સાથો સાથ દુકાનની એજન્સીને પણ લોક ડાઉન ના ખુલે ત્યાં સુધી સીલ કરી દેવામાં આવી છે. માત્રામાં દૂધનું વેચાણ બહાર રાખીને વેચાણ કરવાની છૂટ આપવામાં આવી છે.

આદરોડા ની વિગત એવી છે કે જામનગરમાં રણજીતસાગર રોડ પર સંગમ બાગ ની સામે પટેલ પાર્કમાં જય ગોપાલ મિલ્ક માર્કેટિંગ એજન્સી આવેલી છે. જેમાં અમુલ દૂધ અને તેની પ્રોડક્ટ નો સંગ્રહ કરવામાં આવે છે. અને ત્યાંથી તેનું વેચાણ કરવામાં આવે છે. જેના માલિક વિપુલભાઈ હસમુખભાઈ પરમાર દ્વારા પેઢી નું સંચાલન કરવામાં આવે છે.

ઉપરોક્ત ધંધાના સ્થળે કેટલીક પ્રતિબંધિત વસ્તુઓ જેવી કે શિખંડ તથા જુદા જુદા ફ્લેવરની મિલ્કની બોટલો વગેરે પણ મંગાવવામાં આવે છે. જેથી જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા આજથી એક સપ્તાહ પહેલા વેપારીને સ્પષ્ટ સૂચના આપવામાં આવી હતી કે માત્ર રૂટિનમાં પીવામાં ઉપયોગમાં લેવાતું દૂધ વેચવા માટેની જ છૂટ છે.

બાકીની અન્ય પ્રોડક્ટ્સ વહેંચવા ની રહેશે નહીં, અને ત્યાં હાજર રહેલી પ્રતિબંધિત વસ્તુઓ અગાઉ સીલ પણ કરવામાં આવી હતી. તેમ છતાં પણ વેપારી દ્વારા શીખંડ તેમજ ફ્લેવર મિલ્ક નો નવા ઓર્ડર અપાયો હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. અને જે જથ્થો આજે સવારે પાંચ વાગ્યે જામનગરમાં આવ્યો હોવાની માહિતી મળતા જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખા એ આજે વહેલી સવારે પાંચ વાગ્યે ઉપરોક્ત સ્થળે પહોંચી જઈ દરોડો પાડયો હતો.

જે દરોડા દરમિયાન એજન્સીમાં ફ્લેવર મિલ્ક ના 22 કાર્ટૂન (660 બોટલ) ઉતારવામાં આવ્યા હતા. જયારે 16 કિલોગ્રામ વજનના શીખંડ ના ચાર કાર્ટુન ઉતારવામાં આવ્યા હતા. જેથી જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખા એ ઉપરોક્ત તમામ જથ્થો સીલ કરી દીધો છે.

Tags :