Get The App

જામનગરમાં વીજતંત્ર દ્વારા ગઈકાલે વિજચેકિંગ દરમિયાન 16.80 લાખની વીજચોરી પકડી પાડ્યા પછી આજે સતત બીજા દિવસે વીજ ચેકિંગ

- શહેરના ગોકુલ નગર- સાધનાકોલોની સહિતના વિસ્તારમાં 29 જેટલી વીજ ચેકિંગ ટુકડીને ઉતારાઇ: વિજચોરોમાં ફફડાટ

Updated: Dec 28th, 2021

GS TEAM

Google News
Google News
જામનગરમાં વીજતંત્ર દ્વારા ગઈકાલે વિજચેકિંગ દરમિયાન 16.80 લાખની વીજચોરી પકડી પાડ્યા પછી આજે સતત બીજા દિવસે વીજ ચેકિંગ 1 - image

જામનગર, તા. 28 ડિસેમ્બર 2021 મંગળવાર

જામનગર શહેરમાં ગઈકાલે વીજતંત્ર દ્વારા સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, અને પી.જી.વી.સી.એલ.ની ચેકીંગ ડ્રાઈવ દરમિયાન શહેરના કેટલાક વિસ્તારોમાં દરોડા પાડી 16.80 લાખની વીજચોરી પકડી પાડી હતી. જે કાર્યવાહી આજે સતત બીજા દિવસે પણ ચાલુ રાખવામાં આવી છે, અને 29 જેટલી વિજ ચેકીંગ ટુકડીને ઉતારવામાં આવી છે. જેમાં ગોકુલ નગર અને સાધના કોલોની સહિતના વિસ્તારમાં ચેકિંગ કરાયું છે, જેથી વીજ ચોરોમાં ફફડાટ વ્યાપ્યો છે.

 જામનગરમાં વીજતંત્ર દ્વારા ગઈકાલે વિજચેકિંગ દરમિયાન 16.80 લાખની વીજચોરી પકડી પાડ્યા પછી આજે સતત બીજા દિવસે વીજ ચેકિંગ 2 - image

પીજીવીસીએલ વર્તુળ કચેરી ની ચેકિંગ ડ્રાઇવ દ્વારા ગઈકાલે જામનગર શહેરના કેટલાક વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરી 346 વીજ કનેક્શન ચેક કર્યા હતા, જેમાં 70 વીજ જોડાણમાં ગેરરીતિ માલૂમ પડી હતી, અને તેઓને 16 લાખ 80 હજાર ના વીજચોરીના બિલો ફટકાર્યા હતા, દરમિયાન આજે પણ વીજ ચેકિંગની કાર્યવાહી અવિરત ચાલુ રાખવામાં આવી છે. 

જામનગરમાં વીજતંત્ર દ્વારા ગઈકાલે વિજચેકિંગ દરમિયાન 16.80 લાખની વીજચોરી પકડી પાડ્યા પછી આજે સતત બીજા દિવસે વીજ ચેકિંગ 3 - image

જામનગર શહેરના ગોકુલનગર વિસ્તાર, મયુર નગર વિસ્તાર, સાધના કોલોની રોડ પર આવતી જુદી જુદી સોસાયટીઓ વગેરેમાં વીજ ચેકીંગ શરૂ કરી દેવાયું છે. જેના માટે જામનગર શહેરની સીટી ટુ ડિવિઝનની 29 જેટલી ચેકિંગ ટુકડીને ઉતારવામાં આવી છે. તેના માટે એસઆરપી ના 11 જવાનો અને બે ફોટોગ્રાફરની મદદ લેવામાં આવી રહી છે.