Get The App

જામનગરના હિન્દુ સેનાના પ્રમુખને દેશ- વિદેશથી 40 થી વધુ ધમકી ભર્યા ફોન

- સીએએનું સમર્થન કરવા બદલ

- જિલ્લા પોલીસ વડાને કરાયેલી અરજીના અનુસંધાને ધમકી આપનારા મોબાઈલ નંબર ધારકો સામે અંતે ગુન્હો દર્જ

Updated: Feb 26th, 2020

GS TEAM

Google News
Google News
જામનગરના હિન્દુ સેનાના પ્રમુખને દેશ- વિદેશથી 40 થી વધુ ધમકી ભર્યા ફોન 1 - image


જામનગર, તા. 26 ફેબ્રુઆરી 2020,બુધવાર

જામનગરના હિન્દુ સેનાના પ્રમુખ દ્વારા સી.એ.એ.નું સમર્થન કરવા માટે ચલો દિલ્હી અંગેની ં યાદી પ્રસિદ્ધ કર્યા પછી સી.એ.એ.ના વિરોધ કરનારા શખ્સો દ્વારા હિન્દુ સેનાના પ્રમુખને ધમકીભર્યા ફોન આવતા હતા જે અંગે જિલ્લા પોલીસ વડાને અરજી કર્યા પછી આખરે સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે. અને દેશ-વિદેશથી આવેલા ૪૦ જેટલા મોબાઇલ નંબર ધારકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે. અને તે નંબરો ના આધારે તપાસ શરૂ કરાઇ છે.

આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગરના એડવોકેટ અને હિન્દુ સેનાના પ્રમુખ પ્રતિક ભાઈ મહેશચંદ્ર ભટ્ટ કે જેઓ હિન્દુ સેના સંગઠન સંસ્થા ચલાવે છે અને દિલ્હીમાં સી.એ.એ.ના વિરોધમાં શાહીનબાગ પર જે લોકો વિરોધ કરીને ધરણા પર બેઠા છે તેઓને ઘરણા નહીં કરવા અને ચાલો શાહીનબાગ દિલ્હી અને સી.એ.એ.ના સમર્થનના યાદી પ્રસિદ્ધ કરાવી હતી. જેને લઇને કેટલાક વિરોધીઓ દ્વારા મોબાઈલ ફોન પર ધમકીભર્યા ફોન આવ્યા હતા. અને હિન્દુ સેના નું કામ છોડી દેવા ધમકી અપાતી હતી. તેમજ પતાવી દેવાની પણ ધમકીઓ મળતી હતી.

આ અંગે જિલ્લા પોલીસ વડાને અરજી કરવામાં આવી હતી જેમાં ૧ ફેબુ્રઆરીથી ૨૪ ફબુ્રઆરી સુધીના સમયગાળા દરમ્યાન દેશ-વિદેશમાંથી ૪૦ થી વધુ મોબાઇલ ફોન આવ્યા હતા અને ધમકીઓ મળતી હતી. જે તમામ ધમકીભર્યા ફોન નું રેકોડગ કરી લેવામાં આવ્યો હતુ. અને પોલીસ સમક્ષ રજુ કરાયું છે. જેના અનુસંધાને ગઈકાલે પ્રતિક ભટ્ટની ફરિયાદના આધારે સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં અલગ અલગ મોબાઈલ નંબર ધારકો સામે ધાક-ધમકી અંગે નો ગુનો નોંધવામાં આવ્યો છે. અને સાયબર ક્રાઇમ દ્વારા આ મામલે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

પોલીસ ફરિયાદમાં જણાવાયા અનુસાર ઓસ્ટ્રેલિયા, લંડન, સાઉદી અરેબિયા, દુબઈ, ઉપરાંત અમદાવાદ, ભરૂચ, જુહાપુરા સહિતના અલગ અલગ વિસ્તાર અને શહેરોમાંથી ધમકીભર્યા ફોન આવ્યા નું જાહેર કરાયું છે. જે દિશામાં પોલીસ તપાસ ચલાવી રહી છે.

Tags :