Gujarat

જામનગર શહેર અને મેઘપરમાં ત્રણ વ્યક્તિઓના અપમૃત્યુ

By GS Team
20 Mar 20201 min read
This article was originally published on 20 Mar 2020
જામનગર શહેર અને મેઘપરમાં ત્રણ વ્યક્તિઓના અપમૃત્યુ

જામનગર, તા. 20 માર્ચ 2020, શુક્રવાર

જામનગર શહેર અને મેઘપરમાં છેલ્લા 24 કલાક દરમિયાન ત્રણ વ્યક્તિના અપમૃત્યુ થયા છે. મેઘપરમાં દૂધ લઈને આવી રહેલા એક યુવાનને ચક્કર આવતા પડી જવાથી મૃત્યુ નિપજયું છે. જામનગરના એક યુવાનને ઉલ્ટી થતા પડી જવાથી મૃત્યુ નિપજ્યું છે. આ ઉપરાંત હાપાના એક વયોવૃદ્ધને ચક્કર આવતા પડી જવાથી માથાના ભાગે ગંભીર ઈજા થવાથી મૃત્યુ નિપજયું છે.

જામનગરમાં વાલ્કેશ્વરી નગરી વિસ્તારમાં રહેતા આકાશભાઈ દેવાભાઈ ગોરીયા નામના 32 વર્ષના યુવાનને ગઈકાલે એકાએક ઉલ્ટી થતા પડી ગયા હતા, અને તેઓને સારવાર માટે જામનગરની જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા પછી તેનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગે પોલીસને જાણ કરાતાં સિટી બી ડિવિઝન પોલીસે મૃતદેહનો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે.

જામનગર તાલુકાના હાપામાં રહેતા માધુભાઈ પુરણભાઈ નામના 84 વર્ષના વયોવૃદ્ધ ગઈકાલે જામનગરમાં વિકાસ ગૃહ રોડ પર પગપાળા ચાલીને જઇ રહ્યા હતા. જે દરમિયાન એકાએક પટકાઈ પડતા માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી, અને સારવાર માટે જીજી હોસ્પિટલમાં લઈ જવાતા તેઓનું મૃત્યુ નીપજયું હતું.

જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના જોગવડમાં રહેતા અશ્વિનભાઈ વરજાંગભાઇ મથર નામના 47 વર્ષના યુવાનને દૂધ લઈને આવતી વખતે એકાએક ચક્કર આવતા બેશુદ્ધ થઇ જવાથી સારવાર માટે જામનગરની જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા પછી સારવાર દરમિયાન મૃત્યુ નિપજયું છે.