Get The App

જામજોધપુર નજીક પાટણ ગામમાં બે સિકયુરિટી ગાર્ડને જાનથી મારી નાખવાની ધમકી

- ચાર શખ્સો દ્વારા તોડફોડ, ત્રણ આરોપીઓને પકડી લીધા

Updated: Mar 25th, 2020

GS TEAM

Google News
Google News
જામજોધપુર નજીક પાટણ ગામમાં બે સિકયુરિટી ગાર્ડને જાનથી મારી નાખવાની ધમકી 1 - image

જામજોધપુર, તા. 25, માર્ચ 2020 બુધવાર

જામજોધપુર તાલુકાના પાટણ ગામમાં આવેલા વિન્ડફાર્મ ના એરિયામાં ચાર શખ્સોએ પ્રવેશ કરી તોડફોડ કરી નાખી અને એક લાખ રૂપિયાનું નુકસાન પહોંચાડ્યું હતું. આ ઉપરાંત બે સિકયુરિટી ગાર્ડને ધાક ધમકી આપી હોવાથી જામજોધપુર પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. જે ફરિયાદના અનુસંધાને જામજોધપુર પોલીસે ત્રણ આરોપીઓને ઝડપી લીધા છે. જ્યારે એક આરોપીની શોધખોળ હાથ ધરી છે.

આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામજોધપુર તાલુકાના પાટણ ગામમાં રહેતા અને સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતાં મુરુ ભાઇ પોપટભાઇ ઓડેદરા નામના વિન્ડ ફાર્મ કંપનીના સિક્યુરિટી ગાર્ડે પોતાને તેમજ પોતાની સાથેના એક કર્મચારીને ધાકધમકી આપી વિનસ ફાર્મ કંપનીના એરિયા માં પ્રવેશ કરી બે ટાવરમાં તોડફોડ કરી નાખી રૂપિયા એકાદ લાખની નુકશાની પહોંચાડવા અંગે ભીમા સોમાભાઈ ટાલીયા, એભા માલદે ઓડેદરા, વિનુભાઈ લક્ષ્મણભાઈ તથા લાખા માલદે ઓડેદરા વગેરે ચાર શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે.

આ પ્રકરણમાં આરોપી ઓ પોતાને પણ કંપનીમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી જોઈતી હોવાથી કંપનીના અધિકારીઓ સાથે વાટાઘાટ કરતા હતા પરંતુ તેઓને નોકરી નહીં મળતા અથવા સીકયુરીટી ગાર્ડ તરીકે કોન્ટ્રાક નહીં મળતા ઉશ્કેરાઇ ગયા હતા અને તોડફોડ કરી નાખી હતી.

આ બનાવ પછી પોલીસે એભા માલદે ઓડેદરા વિનુભાઈ લખમણભાઇ તથા લાખા માલદે ઓડેદરા નામના ત્રણ શખ્સોની ધરપકડ કરી લીધી છે. જયારે ભીમા સોમા ટાલીયા નામનો ચોથો આરોપી ભાગી છૂટયો હોવાથી પોલીસ તેને શોધી રહી છે.

Tags :