Get The App

જામનગરની મહિલાઓએ નારી શક્તિ વંદન વિધેય પારિત થયા પછી ખુશાલી વ્યક્ત કરી ,ધારાસભ્ય રિવાબા જાડેજા રહ્યા હાજર

Updated: Sep 21st, 2023

GS TEAM


Google News
Google News
જામનગરની મહિલાઓએ નારી શક્તિ વંદન વિધેય પારિત થયા પછી ખુશાલી વ્યક્ત કરી  ,ધારાસભ્ય રિવાબા જાડેજા રહ્યા હાજર 1 - image


- જામનગર શહેરના મહિલા ધારાસભ્યની રાહબરી હેઠળ મહિલા ભાજપના હોદ્દેદારો- અન્ય કાર્યકરોએ આતશબાજી કરી સમર્થન આપ્યું

જામનગર,તા.21 સપ્ટેમ્બર 2023,ગુરૂવાર

કેન્દ્ર સરકાર દ્વારા ગઈકાલે સંસદના નવા સત્રમાં રજૂ કરેલા મહિલા નારી શક્તિ વંદન વિધેયકને પારિત કરવા બદલ ખુશાલી વ્યક્ત કરી હતી, અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો.

જામનગરની મહિલાઓએ નારી શક્તિ વંદન વિધેય પારિત થયા પછી ખુશાલી વ્યક્ત કરી  ,ધારાસભ્ય રિવાબા જાડેજા રહ્યા હાજર 2 - image

 જામનગરના મહિલા ધારાસભ્ય રિવાબા જાડેજા ઉપરાંત દિવ્યેશભાઈ અકબરી અને શહેર ભાજપના અધ્યક્ષ ડો.વિમલભાઈ કગથરા તથા મહિલા મોરચાના તમામ હોદ્દેદારો, શહેર ભાજપના મહિલા કોર્પોરેટરો વગેરેએ શહેર ભાજપ કાર્યાલયના દ્વારે એકત્ર થયા હતા, અને નારી શક્તિ વંદન વિધેયક પારીત કરવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અભિનંદન પાઠવી ખુશાલી વ્યક્ત કરી હતી. તેમજ આતશબાજી કરવામાં આવી હતી.

Tags :