Get The App

જોડીયા પંથકમાં એક ટ્રકની કેબીન પર ચડીને તાડપત્રી પાથરી રહેલા ટ્રકના કલીનરને વીજઆંચકો ભરખી ગયો

Updated: Jan 3rd, 2022

GS TEAM

Google News
Google News
જોડીયા પંથકમાં એક ટ્રકની કેબીન પર ચડીને તાડપત્રી પાથરી રહેલા ટ્રકના કલીનરને વીજઆંચકો ભરખી ગયો 1 - image

- ખંભાળિયા પંથકના ક્લીનર યુવાનને ટ્રકની કેબીન પરથી પસાર થઈ રહેલી વીજ લાઈન માંથી વીજઆંચકો લાગ્યો

 જામનગર, તા. 03

જામનગર જિલ્લાના જોડીયા ગામમાં સીમ વિસ્તારમાં એક ટ્રકની કેબીન પર ચડીને તાડપત્રી પાથરી રહેલા ટ્રકના ક્લીનર ખંભાળિયા પંથકના એક યુવાનનું ઉપરથી પસાર થઈ રહેલી હેવી વિજ લાઇનમાંથી એકાએક વીજઆંચકો લાગતાં કરૂણ મૃત્યુ નિપજયુ છે. જે મામલે જોડીયા પોલીસ વધુ તપાસ ચલાવે છે.

આ બનાવની વિગત એવી છે કે ખંભાળિયા તાલુકાના વડાલીયા સિંહણ ગામનો વતની અને ટ્રકમાં કલીનર તરીકે કામ કરતો અજય અરશીભાઈ ચાવડા નામનો ૨૧ વર્ષનો યુવાન ગઈકાલે ટ્રકમાં બેસીને જોડિયા પંથકમાં આવ્યો હતો, અને જોડીયા ની સીમ વિસ્તારમાં ટ્રકની કેબીન ઉપર ચડીને તાડપત્રી પાથરી રહ્યો હતો.

જે દરમિયાન કેબીન ઉપરથી પસાર થઈ રહેલી વીજ લાઈનમાં તેનું માથું અડી જતાં અકસ્માતે હેવી વિજ લાઇન માંથી તેને વીજઆંચકો લાગ્યો હતો, અને તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યુ મૃત્યુ નિપજયું હતું.

આ બનાવ અંગે ટ્રકના ડ્રાઇવર ખંભાળિયા તાલુકાના ધરમપુર ગામ ના નરેન્દ્રભાઈ હરજીભાઈ નકુમે પોલીસને જાણ કરતાં પોલીસે મૃતદેહનો કબજો સંભાળી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.