Updated: May 24th, 2023
જામનગર,તા.24 મે 2023,બુધવાર
જામનગરમાં કામદાર કોલોની શેરી નંબર-8 માં એક રહેણાક મકાન કે જે સાધ્વીજીઓને રહેવા માટે અને ઉતારા માટે અપાયું હતું, જે મકાનમાંથી કોઈ તસ્કરો આઠ નંગ ત્રાંબાના ત્રાસની ચોરી કરી લઇ ગયાની ફરીયાદ પોલીસમાં નોંધાવાઈ હતી જે ચોરીનાં બનાવનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા સાપડી છે અને એક તસ્કરને પોલીસે ઝડપી લીધો છે.
જામનગરમાં કામદાર કોલોની શેરી નંબર એકમાં રહેતા મહેન્દ્રભાઈ અમૃતલાલ શાહનું કામદાર કોલોની પાસે મકાન આવેલું છે, કે જે મકાન હાલ તેઓએ જામનગરમાં પધારેલા જૈન સાધ્વીજીઓને ઉતારા માટે આપેલું છે. જે મકાનમાં ગત તા.03/5/2023 નાં કોઈ તસ્કરએ પ્રવેશ મેળવી લીધો હતો, અને મકાનમાંથી રૂ.6500 ની કિંમતનાં આઠ નંગ ત્રાંબાના ત્રાસની ચોરી કરી લઈ ગયા હતા. જે બનાવ અંગે મહેન્દ્રભાઈએ પોલીસમાં ફરિયાદ નોંધવી હતી. જે બનાવમાં પોલીસે આજે સિક્કા ગામનાં ભીમા કુશભાઈ રાઠોડને દિગજામ માર્ગે થી ચોરાઉ મુદ્દામાલ સાથે ઝડપી પાડયો છે.