Get The App

જામનગરની સરકારી જીજી હોસ્પિટલના બોન્ડેડ તબીબોની હડતાલ આજે બીજા દિવસમાં પ્રવેશી

Updated: Aug 5th, 2021

GS TEAM

Google News
Google News
જામનગરની સરકારી જીજી હોસ્પિટલના બોન્ડેડ તબીબોની હડતાલ આજે બીજા દિવસમાં પ્રવેશી 1 - image


- જીજી હોસ્પિટલના રેસિડન્ટ તબીબોએ પણ ટેકો જાહેર કરતાં તેઓ દ્વારા હોસ્પિટલમાં માત્ર ઓપીડીની સેવા જ ચાલુ રખાઇ

- 400થી વધુ જુનિયર તબીબો હડતાળ પર ઉતર્યા હોવાથી સિનિયર તબીબો દ્વારા જ હોસ્પિટલમાં સારવારની કાર્યવાહી

જામનગર તા 5 ઓગષ્ટ 2021,ગુરૂવાર 

જામનગરની સરકારી જી.જી હોસ્પિટલના તબીબોને મળેલા પરિપત્રના સંદર્ભમાં તેમજ જુદીજુદી માંગણીઓને લઇને ગઈકાલથી 160થી વધુ તબીબો હડતાળ પર ઉતર્યા હતા. જેમાં સરકાર તરફથી કોઇ પ્રતિભાવ મળ્યો ન હોવાથી આજે જી.જી. હોસ્પિટલના રેસિડેન્ટ તબીબો પણ હડતાલમાં જોડાઇ ગયા છે, અને 400 થી વધુ તબીબો સરકાર સામે લડી લેવાના મૂડમાં છે. ત્યારે જી.જી. હોસ્પિટલની માત્ર ઓપીડી પાંચ વાગ્યા સુધી ચાલુ રખાઇ છે. તેમજ સિવિલ હોસ્પિટલના સિનિયર તબીબો દ્વારા સારવારની પ્રક્રિયા ચલાવવામાં આવી રહી છે. જેથી હોસ્પિટલમાં ભારે દોડતાં થઈ છે.

જામનગરની સરકારી જીજી હોસ્પિટલના બોન્ડેડ તબીબોની હડતાલ આજે બીજા દિવસમાં પ્રવેશી 2 - image

જામનગરની સરકારી જી.જી હોસપીટલ 160થી વધુ બોન્ડેડ તબીબોએ ગઈકાલથી આંદોલન શરૂ કર્યું છે, અને પોતાની ફરજથી દૂર રહી ધરણા પર બેઠા હતા. અને સરકારના બદલીના પરિપત્ર, સાતમા પગાર પંચ સહિતની જુદીજુદી માંગણીઓને લઇને આંદોલન શરૂ કર્યું હતું. અને ગઈકાલે સાંજે પાંચ વાગ્યા સુધીનું અલ્ટિમેટમ અપાયું હતું.

પરંતુ સરકાર તરફથી કોઇ પ્રત્યુત્તર નહીં મળતા તમામ બોન્ડેડ તબીબો આજે પણ હડતાળ પર ઉતર્યા હતા. તેઓની સાથે રેસિડેન્ટ તબીબો પણ જોડાઈ ગયા હતા, અને 400 થી વધુ તબીબોએ આજે મેડિકલ કોલેજની સામે ધરણા પર બેસીને સરકાર સામે વિરોધ પ્રદર્શન કર્યું છે. અને તમામ તબીબો લડી લેવાના મૂડમાં છે.

જામનગરની સરકારી જીજી હોસ્પિટલના બોન્ડેડ તબીબોની હડતાલ આજે બીજા દિવસમાં પ્રવેશી 3 - image

તબીબોની હડતાલના લઈને જામનગરની સરકારી જી.જી હોસ્પિટલ ની તમામ કાર્યવાહી પ્રભાવિત થઇ છે, અને ભારે દોડધામ થઈ છે. જો કે આજે સાંજે 05.00 વાગ્યા સુધી માત્ર ઓપીડી ચાલુ રાખવામાં આવી છે, અને સમગ્ર હોસ્પિટલમાં સિનિયર તબીબો દ્વારા દર્દીઓની સારવારની પ્રક્રિયા ચલાવવામાં આવી રહી છે. પરંતુ જુનિયર તબીબો ફરજ પર ન હોવાથી ભારે દોડધામ થઈ રહી છે.

Tags :