Get The App

જામનગર: લાલપુર તાલુકાના વાવડી ગામની સગીરા પર દુષ્કર્મ ગુજારી ગર્ભવતી બનાવી દેવાઈ

- પોલીસે સગીરાના કુટુંબી શખ્સ સામે જ દુષ્કર્મનો ગુનો નોંધી અટકાયતમાં લીધો

- સગીરાએ ઝેર પીધું હોવાથી હોસ્પિટલમા તપાસ દરમિયાન તેણી ગર્ભવતી હોવાનો રીપોર્ટ આવતાં મામલો સામે આવ્યો

Updated: Mar 23rd, 2020

GS TEAM

Google News
Google News
જામનગર: લાલપુર તાલુકાના વાવડી ગામની સગીરા પર દુષ્કર્મ ગુજારી ગર્ભવતી બનાવી દેવાઈ 1 - image

જામનગર, તા. 23 માર્ચ 2020, સોમવાર 

જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના વાવડી ગામમાં રહેતી એક સગીરા પર તેના જ કુટુંબી એ દુષ્કર્મ ગુજાર્યું હતું. જેના કારણે સગીરા ગર્ભવતી બની ગઈ હતી. સગીરાએ ઝેરી દવા પી લેતા તબીબી ચકાસણી દરમિયાન મામલો સામે આવ્યો હતો, અને તેણી ગર્ભવતી હોવાનું માલુમ પડ્યું હતું. જેથી સગીરાની પૂછપરછમાં સમગ્ર સત્ય પણ સામે આવ્યું હતું. અને લાલપુર પોલીસે આ અંગે ગુનો નોંધી આરોપીને પકડી પાડયો છે.

આ બનાવની વિગત એવી છે કે, મધ્યપ્રદેશની વતની અને હાલ જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના વાવડી ગામમાં એક ખેડૂતની વાડીમાં રહેતી 14 વર્ષની એક સગીરા કે જેને બે દિવસ પહેલા તેના ભાઇ સાથે ઘરમાં બોલાચાલી થતા ઝેરી પ્રવાહી પી લીધું હતું. આથી તેણીને સારવાર માટે જામનગરની જી.જી.હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.

જેના ચકાસણીના રિપોર્ટ દરમિયાન તેણી ગર્ભવતી હોવાનું અને તેના પેટમાં પાંચ મહિનાનો ગર્ભ હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. જેથી હોસ્પિટલનું તંત્ર ચોંકી ઉઠયું હતું. 14 વર્ષની સગીરા ગર્ભવતી બની જતા લાલપુર પોલીસને જાણ કરાઇ હતી.

જેથી લાલપુરની પોલીસ ટુકડી જી જી હોસ્પિટલમાં દોડી આવી હતી અને સગીરાનું નિવેદન લેતાં તેના પર દુષ્કર્મ થયાની મામલો સામે આવ્યો હતો. અને તેના જ કુટુંબી સાળા લાલપુર તાલુકાના મોટા ખડબા ગામમાં રહેતા હરિયો ઉર્ફે ભવન બારીયા નામના શખ્સે દુષ્કર્મ ગુજાર્યું હોવાનું કબુલ્યું હતું. જેથી લાલપુર પોલીસે આરોપી હરિયા ઉર્ફે ભવન બારીયા સામે પોક્સો એક્ટની કલમ તેમજ દુષ્કર્મ ગુજારવા અંગેની કલમ હેઠળ ગુનો નોંધાયો છે. અને તેની ધરપકડ કરી લીધી છે. જેની વિશેષ પૂછપરછ કરવામાં આવી રહી છે.

ભોગ બનનાર સગીરાએ તેના મામાના સાથે વાવડી ગામમાં રહેતી હતી તે દરમિયાન તેના મામાનો કુટુંબી સાળો ઘેર આવતો જતો હતો અને સગીરાની એકલતાનો લાભ લઇ આજથી અઢી મહિના પહેલા તેણી સાથે દુષ્કર્મ ગુજાર્યું હતું. જેના કારણે સગીરા ગર્ભવતી બની હતી પરંતુ છરીની અણીએ ધમકી આપી હોવાથી સગીરા મૌન રહી હતી. પરંતુ જી.જી.હોસ્પિટલમાં તપાસણી દરમિયાન તેના રિપોર્ટમાં ગર્ભવતી હોવાનું ધ્યાનમાં આવતાં સમગ્ર મામલો સામે આવ્યો હતો.


Tags :