Get The App

જામનગરના એસટી ડેપોમાંથી આજે સવારે નવજાત શિશુનો ક્ષતવિસત થયેલો મૃતદેહ મળી આવતાં ભારે અરેરાટી

Updated: Jan 26th, 2022

GS TEAM

Google News
Google News
જામનગરના એસટી ડેપોમાંથી આજે સવારે નવજાત શિશુનો ક્ષતવિસત થયેલો મૃતદેહ મળી આવતાં ભારે અરેરાટી 1 - image

- કોઈ અજ્ઞાત સ્ત્રી દ્વારા ત્યજી દેવાયેલા મૃતદેહને કૂતરાઓએ ફાડી ખાતાં માત્ર અડધું અંગ બચ્યું: પોલીસ ટુકડી ઘટનાસ્થળે પહોંચી

જામનગર, તા. 26

જામનગરમાં એસટી ડેપોમાંથી આજે સવારે એક નવજાત શિશુનો મૃતદેહ ક્ષતવિસત હાલતમાં મળી આવ્યો હતો. કોઈ અજ્ઞાત સ્ત્રીએ દીધેલા નવજાત શિશુના મૃતદેહને કૂતરાંએ ફાડી ખાધો હોવાથી અર્ધ શરીરમાં મળી આવ્યો હતો. જેથી ભારે અરેરાટી ફેલાઈ હતી. પોલીસે મૃતદેહ નો કબ્જો સંભાળી પોસ્ટમોર્ટમ કરાયું છે, જ્યારે બાળકને ત્યજી દેનાર માતાની શોધખોળ હાથ ધરી છે.

જામનગરના એસ.ટી ડેપો પરથી આજે પરોઢિયે નવજાત શિશુનો મૃતદેહ મળી આવ્યો હતો. જે મૃતદેહનું અડધું ધડ અને માથું જ માત્ર જોવા મળ્યું હતું. નીચેના પગ તથા હાથ વગેરે કુતરા વગેરે ફાડી ખાતાં ભારે અરેરાટી ફેલાઈ હતી.

આ બનાવ અંગેની જાણ થતા સૌ પ્રથમ 108ની ટુકડી ઘટનાસ્થળે પહોંચી હતી, ત્યાર પછી સીટી-એ ડિવિઝનનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો, અને અજ્ઞાત શિશુના મૃતદેહનો કબ્જો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે બાળકને ત્યજી દેનાર માતાની શોધખોળ શરૂ કરી છે.