Get The App

કાલાવડના રણુજાના મેળામાં ફરવા ગયેલા રાજકોટના એક વેપારીનો મોબાઇલ ફોન ચોરાયો

Updated: Sep 28th, 2023

GS TEAM

Google News
Google News
કાલાવડના રણુજાના મેળામાં ફરવા ગયેલા રાજકોટના એક વેપારીનો મોબાઇલ ફોન ચોરાયો 1 - image

image : Freepik

જામનગર,તા.28 સપ્ટેમ્બર 2023,ગુરૂવાર

કાલાવડ ના રણુજામાં યોજાયેલા મેળામાં ફરવા માટે આવેલા રાજકોટના એક વેપારીનો મોબાઇલ ફોન ચોરી થઈ ગયો હોવાની ફરિયાદ પોલીસમાં નોંધાવાઇ છે.

આ બનાવની વિગત એવી છે કે રાજકોટમાં કાવેરી પાર્ક સોસાયટીમાં રહેતા અને મેડિકલની એજન્સી ચલાવતા રક્ષિતભાઈ ગોપાલભાઈ અકબરી નામના વેપારી પોતાના મિત્રો સાથે કાલાવડ નજીક રણુજામાં ભરાતા મેળામાં ફરવા માટે આવ્યા હતા.

 જે દરમિયાન કોઈ તસકરો એ તેમના રૂપિયા 30000 ની કિંમત મોબાઈલ ફોન ખિસ્સામાંથી ગિરદીનો લાભ લઈને સેરવી લીધો હોવાની ફરિયાદ કાલાવડ પોલીસ મથકમાં નોંધાવી છે. જે મામલે કાલાવડ ટાઉન પોલીસ તપાસ ચલાવે છે.

Tags :