Get The App

જામનગર-ખંભાળિયા હાઇવે પર અકસ્માતમાં પતિનું પત્નીની નજર સમક્ષ જ મોત નિપજ્યું

Updated: Nov 27th, 2021


Google News
Google News
જામનગર-ખંભાળિયા હાઇવે પર અકસ્માતમાં પતિનું પત્નીની નજર સમક્ષ જ મોત નિપજ્યું 1 - image


-પગપાળા ચાલીને દર્શનાર્થે જઇ રહેલા દંપતીને અજ્ઞાત વાહને ઠોકરે ચડાવ્યા

-પોલીસે અજ્ઞાત વાહનચાલક સામે ગુનો નોંધી શોધખોળ હાથ ધરી: પરિવારમાં ભારે કલ્પાંત

જામનગર તા ૨૬,

જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ આજે પરોઢીયે ફરીથી રક્તરંજિત બન્યો છે. જામનગરનું એક ! આધેડ દંપતી પગપાળા ચાલીને બેડ માં આવેલા માતાજીના મંદિરે દર્શનાર્થે જઈ રહ્યો હતો તે દરમિયાન પૂરપાટ વેગે આવેલા કોઈ વાહન ચાલકે તેઓને અડફેટમાં લઇ લેતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં પત્નીની નજર સમક્ષ પતિનું મૃત્યુ નિપજ્યું છે.જેથી દંપતી ખંડિત થયું છે.ક્સ પોલીસે સીસીટીવી કેમેરાની મદદથી અકસ્માત સર્જનાર વાહન ચાલકની શોધખોળ હાથ ધરી છે.

આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે જામનગરમાં ગોકુલ નગર નજીક મારુતિ નગર શેરી નંબર -૨ માં રહેતા નરોત્તમભાઈ વેલજીભાઈ સોનગરા (ઉ.વ.૫૫ ) તેમજ તેમના પત્ની હીરુ બેન સોનગરા (ઉંમર ૪૮,) કે જેઓ ગઇકાલે મોડી રાત્રે  પોણ ચારેક વાગ્યાનાં અરસામાં પોતાની માનતા પૂરી કરવા માટે જામનગર થી બેડ માતાજીના મંદિરે દર્શન કરવા માટે પગપાળા ચાલીને જઈ રહ્યા હતા.

જેઓ આશરે સાડા ચારેક વાગ્યાના અરસામાં ખંભાળિયા ધોરીમાર્ગ પર ગોરધન પર ગામના પાટિયા પાસે પહોંચતા પાછળથી પુરપાટ વેગે આવી રહેલા કોઈ અજ્ઞાત વાહનના ચાલકે બંનેને ઠોકરે ચડાવી દેતા બંને ઘટના સ્થળે ઇજાગ્રસ્ત થઇ ને ઢળી પડ્યા હતા, અને લોહીથી લથબથ થયા હતા.

આ બનાવ પછી અકસ્માત સર્જનાર વાહન ચાલક ત્યાંથી ભાગી છૂટ્યો હતો. પરંતુ બંને ઇજાગ્રસ્તોની ચીસાચીસ ના કારણે ત્યાંથી પસાર થનારી અન્ય વ્યક્તિએ તાત્કાલિક અસરથી ૧૦૮ને જાણ કરી બંનેને સારવાર માટે જામનગરની જી.જી.હોસ્પિટલમાં પહોંચાડવા માટેની વ્યવસ્થા કરી હતી. ત્યારે ઈજાગ્રસ્ત બનેલા નરોત્તમભાઈ ના ખિસ્સા માં રહેલા પાકીટમાંથી મોબાઈલ નંબર મેળવી તેના પુત્ર મનીષ ને ટેલિફોનિક જાણ કરીને સીધા જી.જી.હોસ્પિટલ પહોંચવાનું કહ્યું હતું.

જેથી પરિવારજનો જીજી હોસ્પિટલ પહોંચ્યા હતા. પરંતુ તે પહેલા નરોત્તમભાઈ નુ કમકમાટીભર્યુ મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે તેઓના માતા હીરૂબેન ગંભીર રૂપે ઘાયલ થયા હોવાથી હાલ જીજી હોસ્પિટલના બિછાને સારવાર હેઠળ છે, અને તેઓને અનેક ફેક્ચર પણ થયા છે.

અકસ્માતના અને મૃત્યુના બનાવને લઇને મનીષભાઈ અને તેના પરિવારમાં ભારે શોકનું મોજુ ફરી વળ્યું હતું. સમગ્ર બનાવ અંગેની પોલીસને જાણ કરાતા સિક્કા પોલીસ સ્ટેશન નો કાફલો ઘટનાસ્થળે તેમજ જી.જી. હોસ્પિટલે દોડી ગયો હતો, અને મૃતદેહનો કબ્જો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે. ઉપરાંત અકસમાત સર્જનાર વાહન ચાલકની પણ શોધખોળ હાથ ધરી છે.

Tags :
Jamnagar-Khambhaliya-highwayAccidentHusband-Died

Google News
Google News