જામનગરના હાપા માર્કેટ યાર્ડમાં જીરૂનો સૌથી ઊંચો 8125 સુધી ભાવ બોલાયો
જામનગર,તા.13 એપ્રિલ 2023,ગુરૂવાર
ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (હાપા માર્કેટ) યાર્ડમાં વિવિધ ખેત પેદાશોના મબલખ આવક થઈ રહી છે અને તેમાં પણ ખાસ કરીને જીરૂના રેકોર્ડ બ્રેક ભાવ બોલાઈ રહ્યા છે. સૌથી વધુ 8125 નો ભાવ બોલાયો હતો.
જામનગર માર્કેટ યાર્ડમાં ઘઉં, મેથી, ચણા, મગફળી, એરન્ડા, રાયડો, લસણ, કપાસ, જીરૂ, અજમો, ધાણા વગેરે જણસોની મબલખ આવક થવા પામી હતી.
જીરૂની 1654 ગુણી એટલે કે 4962 મણ જથ્થાની આવક થવા પામી હતી અને તેની હરાજી થતા એક મણનો ભાવ રૂ.5000 થી 8125 સુધીના ભાવો પણ બોલાયા હતો. આમ જીરૂની માંગ વધતા ભાવો ઉંચા બોલાઈ રહ્યા છે. જેથી ખેડૂતોને ફાયદો મળી રહ્યો છે.