જામનગરના હાપા માર્કેટ યાર્ડમાં જીરુંનો સૌથી ઊંચો ભાવ બોલાવાયો : 1 મણના 9,035 ભાવ
જામનગર, તા. 8 મે 2023 સોમવાર
જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોની જુદી જુદી અનેક જણસોના ઉંચા ભાવ બોલાઈ રહ્યા છે, અને સમગ્ર ગુજરાતમાં અથવા તો ભારતભમાં ઓલ ટાઈમ હાઈ બોલાવવામાં આવી રહ્યા છે, અને અનેકો વખત રેકોર્ડ સર્જાઈ ચુક્યા છે.
જેમાં આજે જીરું નો પણ સૌથી ઊંચો ભાવ બોલાયો છે. જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં જીરુંનું વેચાણ કરવા માટે આવેલા શિવગઢ કચ્છ (ભુજ)ના ખેડૂત શામજીભાઈ હરિભાઈ કે જેઓનો એક મણ (૨૦કી.ગ્રા.) નો રૂપિયા ૯,૦૩૫ નો બોલાવાયો છે. જામનગરની પારસમણી ટ્રેડિંગ કંપની નામના કમિશન એજન્ટ મારફતે જામનગરની કોટેચા એન્ડ સન્સ નામની પેઢી દ્વારા રૂપિયા ૯,૦૩૫ લેખે ૨૦ કિલોના ભાવે ૧૩ ગુણી જીરુંની ખરીદી કરવામાં આવી છે. જે સૌથી ઊંચો ભાવ પ્રાપ્ત થયો છે, તેમ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના સેક્રેટરી હિતેશ પટેલ દ્વારા જાહેર કરાયું છે.