જામનગરમાં આજે રક્ષા બંધનના પર્વની મુહૂર્તની અવઢવને અવગણીને ઉજવણી કરાઈ
- જાહેર રજા હોય આજે મોટેભાગે રાખડી બાંધવાની પરંપરા નિભાવાઇ
જામનગર,તા.30 ઓગસ્ટ 2023,બુધવાર
શ્રાવણી પૂનમ એટલેકે રક્ષાબંધન-બળેવ પર બહેન દ્વારા ભાઇને રાખડી બાંધવાની પરંપરા સદીઓથી ચાલી આવે છે. આ વર્ષે ભદ્રા યોગને કારણે રાખડીનાં મુહૂર્તની અવઢવને કારણે રાખડી બુધવારે બાંધવી કે ગુરૂવારે એ અંગે લોકો મૂંઝવણમાં હતા, અને જ્યોતિષિઓ, પંડિતોનું માર્ગદર્શન લેતા જોવા મળ્યા હતાં. રક્ષાબંધનનાં તહેવાર નિમિત્તે જાહેર રજા આજે હોય મોટે ભાગે આજે જ રાખડી બાંધવાની પરંપરા નિભાવાઇ હતી. ભૂલકાઓથી લઇ વયસ્ક અને વયોવૃદ્ધ ભાઇ - બહેનોએ ઉમંગભેર રક્ષાબંધનની ઉજવણી કરી હતી. બીજી તરફ પંચાગને ચુસ્ત રીતે અનુસરનાર વર્ગ આજે રાત્રે 9.00 કલાક પછી અને કાલે વહેલી સવારે રાખડી બાંધવાની પરંપરા નિભાવશે.