ઉપલેટાથી મજૂરી વિના જામનગર માં ઘૂસી આવેલું દંપતી પકડાયું
- ઠેબા ગામ માંથી હોમ ક્વૉરેન્ટાઈન નો ભંગ કરીને બહાર નીકળેલા એક સ્ત્રી અને પુરુષ પકડાયા
જામનગર, તા. 17 મે 2020, રવિવાર
જામનગરનું એક દંપતી ઉપલેટા થી કોઈ પણ મંજૂરી વિના ટ્રકમા બેસી ને જામનગર માં ઘુસી આવતાં પોલીસે પકડી પાડી બંને સામે ગુનો નોંધ્યો છે. અને ક્વૉરેન્ટાઈન કર્યા છે. જામનગર તાલુકાના ઠેબા ગામ ની મહિલા અને પુરુષ કે જેઓને હોમ ક્વૉરેન્ટાઈન કરાયા પછી તેનો ભંગ કરીને બહાર નીકળતા તેઓ સામે પણ ગુનો નોંધવામાં આવ્યો છે.
જામનગરમાં બેડેશ્વર નજીક હાડકાના કારખાના પાસે રહેતા હૈદર હુસેનભાઇ મિયાણા અને તેની પત્ની સહેનાજબેન હૈદર ભાઈ કે જેઓ ઉપલેટા થી કોઈપણ પ્રકારની મંજૂરી વિના ટ્રકમાં બેસીને જામનગરમાં ઘૂસી આવ્યા હતા, જે દંપતી ને પોલીસે પકડી પાડયા છે, અને બંને સામે જિલ્લા કલેક્ટરના જાહેરનામાના ભંગ બદલ ગુનો નોંધ્યો છે. ઉપરાંત બન્ને ને ક્વૉરેન્ટાઈન કરી દીધા છે.
આ ઉપરાંત જામનગર તાલુકાના ઠેબા ગામના વતની અને હાલ સુરત વરાછા વિસ્તારમાં રહેતા ભાવનાબેન દિનેશ ભાઈ વસોયા (ઉ.વર્ષ ૪૨) અને કાલાવડ તાલુકાના ખાનકોટડા ગામના વતની અને હાલ ઠેબા માં રહેતા નિલેશભાઈ ભીખુભાઈ વાટલીયા (ઉંમર વર્ષ ૩૨) કે જેઓ ને હોમ ક્વૉ રેન્ટાઈન કરાયા પછી પણ તેનું ઉલ્લંઘન કરીને બહાર નીકળ્યા હોવાથી જામનગર પોલીસે બંનેને પકડી પાડયા હતા, અને તેઓ સામે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ હેઠળ ગુનો નોંધી ફરીથી હોમ ક્વૉરેન્ટાઈન કરાયા છે.