બાળકે વિણીને ખિસ્સામાં ભરેલા ફટાકડા ફૂટયા!
- જામનગરમાં દિવાળીએ બનેલો બનાવ
- અલગ-અલગ જગ્યાએ ફટાકડાથી છ લોકો દાઝ્યા
જામનગર, તા. 10 નવેમ્બર 2018, શનિવાર
જામનગર શહેરમાં દિવાળીની રાત્રે શહેરીજનોએ ઠેર-ઠેર આતશબાજી કરી હતી અને દિવાળીનો પર્વ મનાવ્યો હતો. જે દિવાળીના તહેવાર દરમ્યાન ફટાકડા ફોડવાના કારણે ત્રણ બાળકો સહિત છ વ્યક્તિઓ દાઝી ગઈ હતી.
જામનગરની સરકારી ગુરૂ ગોવિંદસિંઘ હોસ્પીટલમાં ફટાકડાથી દાઝેલાને સારવાર અપાઈ હતી. એક પણ વ્યક્તિ વધારે પડતી દાઝી ન હોવાથી પ્રાથમીક સારવાર આપી જવા દેવાયા હતા. ૧૨ વર્ષના એક બાળકે ફુટી ગયેલા ફટાકડાના ટેટા વીણીને પોતાના ખીસ્સામાં રાખ્યા હતા. જે ટેટાઓ એકાએક સળગતા ખિસ્સામાં જ ફટાકડા ફુટયા હતા. જેના કારણે બાળક પગ અને સાથળના ભાગે દાઝ્યો હતો. જેને પણ પ્રાથમિક સારવાર આપી રજા આપી દેવાઈ હતી.