Get The App

જામનગર તાલુકાના ખીમલીયા ગામમાંથી બે દિવસ પહેલાં લાપતા બની ગયેલા યુવાનનો મૃતદેહ નાગમતી નદીમાંથી સાંપડ્યો

- મૃતક યુવાનને મગજમાં તાવ ચડી ગયા પછી મોડી રાત્રે ઘરમાંથી નીકળી નદીમાં ઝંપલાવી આત્મહત્યા કરી લીધાનું તારણ

Updated: Dec 17th, 2021

GS TEAM


Google News
Google News
જામનગર તાલુકાના ખીમલીયા ગામમાંથી બે દિવસ પહેલાં લાપતા બની ગયેલા યુવાનનો મૃતદેહ નાગમતી નદીમાંથી સાંપડ્યો 1 - image


જામનગર, તા. 17 ડિસેમ્બર 2021 શુક્રવાર

જામનગર તાલુકાના ખીમલીયા ગામમાં રહેતો એક યુવાન બે દિવસ પહેલાં મોડી રાત્રે પોતાના ઘેરથી એકાએક ગુમ થયા પછી તેની શોધખોળ દરમિયાન નાગમતી નદીના પાણીમાંથી તેનો મૃતદેહ મળી આવ્યો હતો. મગજમાં ચડી ગયો હોવાથી નદીમાં ઝંપલાવી આત્મહત્યા કરી લીધી હોવાનું પ્રાથમિક તારણ મળ્યું છે. જે મામલે પોલીસ વધુ તપાસ ચલાવે છે.

આ બનાવની વિગત એવી છે કે જામનગર તાલુકાના ખીમલીયા ગામમાં રહેતો માવજીભાઈ બુધાભાઈ હિંગળા નામનો ૩૫ વર્ષનો યુવાન કે જે તાવની બિમારીમાં પટકાયો હતો, અને બે દિવસ પહેલાં મોડી રાત્રે એકાએક પોતાના ઘેરથી લાપતા બન્યો હતો. જેથી પરિવારજનો દ્વારા તેની શોધખોળ ચલાવવામાં આવી હતી, અને પંચકોશી બી ડિવિઝન પોલીસ મથક ગુમ થયાની અરજી પણ કરવામાં આવી હતી.

દરમિયાન ગઈકાલે સાંજે નાગમતી નદીના પાણીમાંથી તેનો મૃતદેહ મળી આવ્યો હતો. પંચકોશી બી. ડિવિઝન પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.

મૃતક ને છેલ્લા ચાર-પાંચ દિવસથી તાવ આવતો હોવાથી તેને તાવ મગજમાં ચડી ગયો હતો, અને દવા લેવા નું પરિવારજનોએ કહેતાં તેણે મોડી રાત્રે પોતાનું ઘર છોડી દીધું હતું, અને નાગમતી નદીમાં ઝંપલાવી આત્મહત્યા કરી લીધી હોવાનું પોલીસે અનુમાન લગાવ્યું છે, અને વધુ તપાસ હાથ ધરી છે.

Tags :