આરોપીને કોર્ટમાં રજૂ કરતા પહેલાં તેનો કોરોના ટેસ્ટ કરાવવો પડશે
રાજકોટનાં પ્રિન્સિપલ ડિસ્ટ્રીક્ટ જજનો આદેશ
પોલીસે કોરોનાનો ટેસ્ટ નેગેટીવ આવ્યા પછી જ સંબંધીત જજ સમક્ષ રજૂ કરવાનો રહેશે
રાજકોટ,
19 એપ્રિલ, 2020, રવિવાર
અદાલતોમાં હવે કોઈપણ આરોપીને રજૂ કરતા પહેલાં તેનો કોરોનાનો
ટેસ્ટ પોલીસે કરાવવો પડશે. જો તે નેગેટીવ આવે પછી જ જ્યુડીશીયલ ઓફિસર સમક્ષ રજૂ કરવાનો
રહેશે. રાજકોટના પ્રિન્સિપલ ડિસ્ટ્રીક્ટ જજ ઉત્કર્ષભાઈ દેસાઈએ આ હુકમ કર્યો છે.
શહેર પોલીસ કમિશનર અને રાજકોટ રૂરલ એસપીને સંબોધીને બહાર પડાયેલા
આ સરક્યુલરમાં જણાવ્યું છે કે,
હવે પોલીસે કોઈપણ આરોપીને સંબંધીત જજ સમક્ષ રજૂ કરતા પહેલાં તે કોરોના વાયરસથી
સંક્રમીત નથી તેની તપાસ માટે તેનો મેડિકલ ઓથોરીટી પાસે કોરોના ટેસ્ટ કરાવવો પડશે. જો
આ રિપોર્ટ નેગેટીવ આવે પછી જ તેને સંબંધીત જજ સમક્ષ રજૂ કરવાનો રહેશે. ગઈકાલે તા.૧૮મી
એપ્રિલે આ આદેશ કરવામાં આવ્યો છે.