Get The App

જામનગર મહાનગરપાલિકાના વધુ બે અધિકારીઓ કોરોના ગ્રસ્ત બન્યા હોવાથી તંત્રમાં દોડધામ

Updated: Jan 17th, 2022

GS TEAM

Google News
Google News
જામનગર મહાનગરપાલિકાના વધુ બે અધિકારીઓ કોરોના ગ્રસ્ત બન્યા હોવાથી તંત્રમાં દોડધામ 1 - image

- એસ્ટેટના કંટ્રોલીંગ અધિકારી તેમજ હાઉસિંગ વિભાગના ડેપ્યુટી એન્જિનિયર કોરોના ગ્રસ્ત બન્યા

જામનગર, તા. 17

જામનગર શહેર માં કોરોનાનું સંક્રમણ આગળ ધપી રહ્યું છે. અને કેટલાક અધિકારીઓ અને મહાનુભાવો પણ કોરોનાની ઝપેટે ચઢી રહ્યા છે. જેમાં જામનગર મહાનગરપાલિકાના વધુ બે અધિકારીઓ કોરોના ગ્રસ્ત બન્યા હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે.

જામનગર મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગના કંટ્રોલીંગ અધિકારી મુકેશ વરણવા કે જેઓનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો હોવાથી તેઓને તાત્કાલીક અસરથી હોમ આઇસોલેશનમાં મુકી દેવામાં આવ્યા છે.

આ ઉપરાંત હાઉસિંગ વિભાગના ડેપ્યુટી ઈજનેર અશોક જોષી કે જેઓ પણ કોરોના સંક્રમિત બની ગયા હોવાથી તેઓને પણ હોમ આઈસોલેશનમાં મૂકવામાં આવ્યા છે. તેમજ બન્ને અધિકારીઓની સાથે સંપર્કમાં આવેલા લોકોના ટેસ્ટ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.