Get The App

જામનગર: જોડિયા તાલુકાના અંબાલા ગામમાં યુવાનનો ઝેરી દવા પી લઇ આપઘાત

Updated: Apr 12th, 2020

GS TEAM

Google News
Google News
જામનગર: જોડિયા તાલુકાના અંબાલા ગામમાં યુવાનનો ઝેરી દવા પી લઇ આપઘાત 1 - image


જામનગર, તા. 12 એપ્રિલ 2020 રવિવાર

જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના અંબાલા ગામમાં રહેતા એક યુવાને પોતાના ઘેર રહસ્યમય સંજોગોમાં ઝેરી દવા પી લઈ આત્મહત્યાનો પ્રયાસ કરી લેતાં તેનું સારવાર દરમ્યાન મૃત્યુ નિપજયું છે. પોલીસે મૃતદેહનો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે.

આ બનાવની વિગત એવી છે કે જોડિયા તાલુકાના અંબાલા ગામમાં રહેતા સવજીભાઈ પરબતભાઈ પટેલ નામના 45 વર્ષના યુવાને ગત ચોથી તારીખે પોતાના ઘેર કોઈ અગમ્ય કારણસર ઝેરી દવા પી લઈ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જેથી બેશુદ્ધ બની જતાં તેને સારવાર માટે મોરબીની હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન ગઈકાલે તેનું મૃત્યુ નીપજયું છે.

આ બનાવ અંગે પોલીસને જાણ કરાતા જોડીયા પોલીસ સ્ટેશનનો સ્ટાફ મોરબીની હોસ્પિટલે દોડી ગયો હતો અને મૃતદેહનો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે.

Tags :