જામનગરના એસ.પી. પ્રેમસુખ ડેલુ દ્વારા સીટી-એ.ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાં પેટ્રોલિંગ કરાયું
જામનગર તા 23 એપ્રિલ 2022,શનિવાર
જામનગરના નવનિયુક્ત જિલ્લા પોલીસ વડા દ્વારા તાજેતરમાં સીટી બી. ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાં પેટ્રોલિંગ કરાયું હતું, અને શહેરના જુદા જુદા વિસ્તારોમાં થી વાકેફ થયા હતા, દરમિયાન હાલમાં રમઝાન મહિનો ચાલી રહ્યો છે, ત્યારે ગઈકાલે રાત્રે સીટી એ. ડીવીઝન પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ યોજવામાં આવ્યું હતું.
જામનગરના જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ ઉપરાંત સિટી એ. ડિવિઝનના પી. આઈ. એમ. જે. જલુ તથા અન્ય પોલીસ સ્ટાફ દ્વારા સીટી-એ ડિવિઝનના જુદા જુદા વિસ્તારોમાં ફુટ પેટ્રોલિંગ હાથ ધરીને મોટાભાગના વિસ્તારોમાં રાઉન્ડ લગાવી જિલ્લા પોલીસ વડા અલગ-અલગ વિસ્તારો થી વાકેફ થયા હતા. ઉપરાંત શહેરમાં કોઇ અનિચ્છનીય બનાવ ન બને, તે માટેની તકેદારી રાખવા માટે સીટી-એ ડિવિઝનના સમગ્ર પોલીસ વિભાગને જરૂરી સૂચનાઓ આપી હતી.
હાલ રમજાન જેવા પવિત્ર મહિનામાં શહેરનું વાતાવરણ શાંતિ જળવાઈ રહે, તેવા તમામ જરૂરી પગલાં ભરવા માટે સુચના આપી હતી.