જામનગર સાધનાકોલોની વિસ્તારમાં પાન બીડીના વેપારીની દુકાનમાં તસ્કરો ત્રાટક્યા
- દુકાન ની પાછલી બારી તોડી તસ્કરો તમાકુના પાર્સલો ની ચોરી કરી ગયાની ફરિયાદ
જામનગર, તા. 30 એપ્રીલ 2020, ગુરુવાર
જામનગર શહેર અને જિલ્લામાં લોક ડાઉન ચાલી રહ્યું છે ત્યારે વ્યસની ઓ પોતાના પાન તમાકુના વ્યસનને છોડી શકતા નથી અને કેટલાક તો ચોરીના રવાડે ચડી ગયા છે. તેવા કિસ્સા અવારનવાર બનતા રહે છે. જામનગરના સાધના કોલોની વિસ્તારમાં ગઇરાત્રે પાન. બીડી ની એક દુકાન મા તસ્કરોએ પાછ ની બારી માથી ખાતર પાડયું હતું અને અંદરથી 26000ની કિંમતના તમાકુના પાર્સલોની ચોરી કરી લઇ ગયા નું પોલીસ સમક્ષ જાહેર થયું છે.
જામનગરમાં સાધના કોલોની વિસ્તારમાં જ રહેતા અને સાધના કોલોની માં અશોક સ્ટોર નામની પાન ની દુકાન ચલાવતા સિંધી વેપારી રાજુભાઈ નથવાણી ની બંધ દુકાન ની પાછળની બારી તોડી કોઇ તસ્કરો અંદર પ્રવેશ્યા હતા અને દુકાનમાંથી તમાકુના પાર્સલોની ચોરી કરી લઇ ગયા હતા આ મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો છે. પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો છે, અને ચોરીની ફરિયાદ નોંધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
અંદાજે 36 હજાર રૂપિયા ની માલ મત્તા ચોરાઈ હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે. તસ્કરો સીસીટીવી કેમેરાનું ડીવીઆર પણ કાઢી ગયા હોવાથી તેના ફૂટેજ મેળવવા માટે પોલીસ કવાયત કરી રહી છે.