Get The App

જામનગરમાં લોકડાઉન દરમિયાન જાહેરમાં જુગાર રમી રહેલી પાંચ મહિલાઓ સહિત છ પકડાયા

Updated: Apr 19th, 2020

GS TEAM

Google News
Google News
જામનગરમાં લોકડાઉન દરમિયાન જાહેરમાં જુગાર રમી રહેલી પાંચ મહિલાઓ સહિત છ પકડાયા 1 - image


જામનગર, તા. 19 એપ્રિલ 2020 રવિવાર

જામનગરમાં ધરાર નગર નજીક મારૂતિ નગર વિસ્તારમાં લોકડાઉનની અમલવારી વચ્ચે જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમી રહેલી પાંચ મહિલાઓ અને પુરૂષો સહિત છ શખ્સોને પોલીસે પકડી પાડયા છે અને તેઓ પાસેથી જુગારનું સાહિત્ય કબ્જે કર્યું છે. ઉપરાંત તમામ સામે જાહેરનામાના ભંગ બદલ ગુનો નોંધ્યો છે.

આદરોડા ની વિગત એવી છે કે જામનગરમાં લોકડાઉનની અમલવારી ચાલુ છે, તે દરમિયાન ધરાનગર નજીક મારુતિ નગર વિસ્તારમાં હુસેની ચોકમાં કેટલીક મહિલાઓ અને પુરુષો એકત્ર થઇને જુગાર રમી રહ્યા છે, તેવી ચોક્કસ બાતમીના આધારે સીટી-સી ડિવિઝન પોલીસે દરોડો પાડી જુગાર રમી રહેલી લીલાબેન પ્રફુલગિરી ગોસ્વામી, સલમાન બેન જાવેદભાઈ સંધિ, મંજુબેન કિશોરભાઈ પાટલીયા, જયાબા વાઘુભા જાડેજા અને ગુલાબબા ભગવાનજી જાડેજા તથા રવિરાજસિંહ જાડેજા વગેરે છ આરોપીની ધરપકડ કરી લઈ તેઓ પાસેથી રૂપિયા 7,760ની રોકડ રકમ અને જુગારનું સાહિત્ય કબજે કર્યું છે.

પોલીસ દ્વારા તમામને નોટિસ પાઠવી જવા દેવાયા છે. ઉપરાંત તમામ સામે જિલ્લા કલેક્ટરના જાહેરનામાના ભંગ અંગેની કલમ 188 મુજબ અલગથી ગુનો નોંધવામાં આવ્યો છે.

Tags :