Get The App

જામનગરમાં હાથી કોલોની વિસ્તારમાં એપાર્ટમેન્ટના પાર્કિંગમાંથી જુગાર રમી રહેલી પાંચ મહિલાઓ સહિત છ પત્તા પ્રેમીની ધરપકડ

Updated: Dec 28th, 2021

GS TEAM


Google News
Google News
જામનગરમાં હાથી કોલોની વિસ્તારમાં એપાર્ટમેન્ટના પાર્કિંગમાંથી જુગાર રમી રહેલી પાંચ મહિલાઓ સહિત છ પત્તા પ્રેમીની ધરપકડ 1 - image


જામનગર, તા. 28 ડિસેમ્બર 2021 મંગળવાર

જામનગરમાં હાથી કોલોની વિસ્તારમાંથી એક એપાર્ટમેન્ટ ના પાર્કિંગમાં બેસીને ગંજીપાના વડે જુગાર રમી રહેલી પાંચ મહિલાઓ તથા એક પુરુષને પોલીસે પકડી પાડયા છે, અને તેઓ પાસેથી રોકડ રકમ તેમજ જુગારનું સાહિત્ય કબજે કરાયું છે.

જામનગરના હાથી કોલોની વિસ્તારમાં આવેલા ધાર્મિકાવ્યા એપાર્ટમેન્ટ ના પાર્કિંગમાં કેટલીક મહિલા અને પુરુષ એકત્ર થઇને ગંજીપાના વડે જુગાર રમી રહ્યા છે, તેવી ચોક્કસ બાતમીના આધારે ગઈકાલે સાંજે પોલીસે દરોડો પાડયો હતો. તે દરોડા દરમિયાન પાંચ મહિલા તથા એક પુરુષ ગંજીપાના વડે જુગાર રમતાં નજરે પડ્યા હતા.

જેથી પોલીસે ભરત વિઠ્ઠલભાઈ સોજીત્રા નામના બ્રાસપાર્ટના એક કારખાનેદાર, ઉપરાંત વર્ષાબેન ભરતભાઈ બરછા, ભારતીબેન ભરતભાઈ કેસરિયા, ભાવનાબેન રાજેશભાઈ વજાણી, ભારતીબેન હસમુખભાઈ કાથરાણી,અને પ્રજ્ઞાબેન સંજયભાઈ સુદાણી વગેરેની અટકાયત કરી લઇ તેઓ પાસેથી રૂપિયા 16,110 ની રોકડ રકમ અને જુગારનું સાહિત્ય કબજે કર્યું છે.

Tags :