Get The App

જામનગરના ચાંદીબજાર સ્થિત શેઠજી દેરાસરમાં આદેશ્વર ભગવાન ના જન્મ કલ્યાણક નિમિત્તે મંદિર પરિસરને ઝળહળતું કરાયું

Updated: Mar 24th, 2022

GS TEAM

Google News
Google News
જામનગરના ચાંદીબજાર સ્થિત શેઠજી દેરાસરમાં આદેશ્વર ભગવાન ના જન્મ કલ્યાણક નિમિત્તે મંદિર પરિસરને ઝળહળતું કરાયું 1 - image

જામનગર,તા.24 માર્ચ 2022,ગુરૂવાર 

જામનગરના ચાંદી બજાર વિસ્તારમાં આવેલા શેઠજી દેરાસરમાં ભગવાન આદેશ્વરના જન્મ કલ્યાણકની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી રહી છે, અને ભગવાનની આંગી કરાઈ છે. સાથોસાથ સમગ્ર મંદિર પરિસરને ઝળહળતી રોશનીથી સજ્જ બનાવાયું છે.

ચાંદી બજારના શેઠજીના દેરાસરમાં આદેશ્વર ભગવાન ના જન્મ કલ્યાણક મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે, અને અનેક જૈન- જૈનેતર ભાઈઓ દર્શનાર્થે ઉમટી રહ્યા છે. આવતીકાલે ૨૫મી તારીખે જન્મ કલ્યાણક નિમિત્તે સમગ્ર શેઠજીના દેરાસર પરિસરને રંગબેરંગી રોશનીથી ઝગમગતો કરી દેવામાં આવ્યો છે.