Get The App

ઓખાના શામળાસર ગામે જાહેરમાં જુગાર રમતા છ શખ્સો ઝડપાયા

Updated: Apr 17th, 2020

GS TEAM

Google News
Google News
ઓખાના શામળાસર ગામે જાહેરમાં જુગાર રમતા છ શખ્સો ઝડપાયા 1 - image

જામ ખંભાળિયા, તા. 17 એપ્રિલ 2020 શુક્રવાર

ઓખાથી આશરે ત્રીસ કિલોમીટર દૂર શામળાસર ગામની મેંદરડા જેટી પાસે જાહેરમાં જુગાર રમી રહેલા ભીખુ નુરમામદ ચાવડા, તેજા જેસા હાથીયા, કરસનભા થર્યાભા કેર, વખતાભા હભુભા હાથલ, બુધિયાભા પબુભા માણેક અને નાયાભા આલાભા માણેક નામના છ શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા.

પકડાયેલા આ છ શખ્સો પાસેથી પોલીસે 11,050/- ની રોકડ રકમ કબ્જે કરી, જુગાર ધારા ઉપરાંત જાહેરનામા ભંગનો ગુનો નોંધી ધોરણસર કાર્યવાહી હાથ ધરી છે.

Tags :