ઓખાના શામળાસર ગામે જાહેરમાં જુગાર રમતા છ શખ્સો ઝડપાયા
જામ ખંભાળિયા, તા. 17 એપ્રિલ 2020 શુક્રવાર
ઓખાથી આશરે ત્રીસ કિલોમીટર દૂર શામળાસર ગામની મેંદરડા જેટી પાસે જાહેરમાં જુગાર રમી રહેલા ભીખુ નુરમામદ ચાવડા, તેજા જેસા હાથીયા, કરસનભા થર્યાભા કેર, વખતાભા હભુભા હાથલ, બુધિયાભા પબુભા માણેક અને નાયાભા આલાભા માણેક નામના છ શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા.
પકડાયેલા આ છ શખ્સો પાસેથી પોલીસે 11,050/- ની રોકડ રકમ કબ્જે કરી, જુગાર ધારા ઉપરાંત જાહેરનામા ભંગનો ગુનો નોંધી ધોરણસર કાર્યવાહી હાથ ધરી છે.