Get The App

જામનગરના શંકર ટેકરી વિસ્તારમાં રહેતી સાતમા ધોરણની વિદ્યાર્થીનીનો રહસ્યમય સંજોગોમાં ગળાફાંસા દ્વારા આપઘાત

Updated: Nov 21st, 2023

GS TEAM


Google News
Google News
જામનગરના શંકર ટેકરી વિસ્તારમાં રહેતી સાતમા ધોરણની વિદ્યાર્થીનીનો રહસ્યમય સંજોગોમાં ગળાફાંસા દ્વારા આપઘાત 1 - image

image : Freepik

જામનગર,તા.21 નવેમ્બર 2023,મંગળવાર

જામનગરમાં શંકર ટેકરી નજીક સિદ્ધાર્થ કોલોની વિસ્તારમાં રહેતી અને સાતમા ધોરણમાં અભ્યાસ કરતી 12 વર્ષની એક કિશોરીએ પોતાના ઘેર ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી છે. જે બનાવને લઈને પરિવારમાં ભારે કરુણાંતિકા છવાઈ છે.

 આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં શંકર ટેકરી સિદ્ધાર્થ કોલોની શેરી નંબર-8 માં રહેતી અને ધોરણ સાતમાં અભ્યાસ કરતી પ્રિયાંશીબેન પ્રવીણભાઈ વારંગિયા નામની 12 વર્ષની વણકર જ્ઞાતીની કિશોરીએ ગઈકાલે પોતાના ઘેર આગમ્ય કારણોસર પંખાના હુકમા દુપટ્ટો બાંધી ગળા ફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી હતી.

 આ બનાવ અંગે મૃતકના પિતા પ્રવીણભાઈ હીરાભાઈ વારંગિયાએ પોલીસને જાણ કરતાં સીટી એ. ડિવિઝનનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો, અને મૃતદેહના કબજો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે. મૃતક કિશોરી સાતમા ધોરણમાં અભ્યાસ કરતી હતી. તેણીએ કયા સંજોગોમાં આત્મહત્યાનું પગલું ભરી લીધું છે, તે જાણવા માટે પોલીસ દ્વારા પરિવારજનોની પૂછપરછ શરૂ કરાઇ છે.

Tags :