Gujarat

જામનગર શહેર જિલ્લા માં કોરોના નો કહેર યથાવત:વધુ સાત કેસ નોંધાયા: એક વૃધ્ધ દર્દી નું મૃત્યુ

By GS Team
26 Jul 20201 min read
This article was originally published on 26 Jul 2020
જામનગર શહેર જિલ્લા માં કોરોના નો કહેર યથાવત:વધુ સાત કેસ નોંધાયા: એક વૃધ્ધ દર્દી નું મૃત્યુ

જામનગર, તા. 26 જુલાઈ 2020, રવિવાર

જામનગર શહેર અને જિલ્લામાં કોરોના સંક્રમણ દિનપ્રતિદિન વધતું જાય છે આજે  જામનગર શહેરના વધુ સાત દર્દીઓના પોઝીટીવ રીપોર્ટ આવ્યા છે, અને જામનગરની જી.જી.હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે.ઉપરાંત એક વૃદ્ધ દર્દી નું મૃત્યુ નીપજ્યું છે.

જામનગર  શહેર જિલ્લામાં કોરોના નું સંક્રમણ દિન-પ્રતિદિન વધતું જ જાય છે . દરમ્યાન શહેર ના નાગર પરા વિસ્તાર માં રહેતા ઠાકરસીભાઈ કોટેચા (88) નું આજે સારવાર માં મૃત્યુ નીપજ્યું હતું.

જ્યારે ગઈકાલે રાત્રે અને આજે સવારે જી.જી.હોસ્પિટલ ની લેબોરેટરીમાં ચકાસણી માટે આવેલા સાત દર્દીઓ ના સેમ્પલ નો રિપોર્ટ પોઝીટીવ મળ્યો હતો.જેમાં જામનગર તાલુકાના ધૂડશિયા ગામના નિકીતાબેન માધાણી (20),  જામનગર તાલુકાના વરણા ગામના હંસાબેન કોઠીયા (38), બોડકા ગામ ના મોહનભાઇ પરમાર (62),  અમારા ગામના રસિકભાઈ કેશવજીભાઇ મઘોડીયા (37), જાંબુડા ગામના ઘેલી બેન (70), ઘુતારપુર ગામના લાલજીભાઈ કટારીયા (61) ,અને  દરેડ ગામના ચંપાબેન ધીરુભાઈ (50) વગેરે નો  સમાવેશ થાય છે.