Get The App

કાલાવડના મકરાણી સણોસરા ગામમાં રહેણાંક મકાનમાંથી 36 હજારનો દારૂ પકડાયો

Updated: Nov 4th, 2021

GS TEAM

Google News
Google News
કાલાવડના મકરાણી સણોસરા ગામમાં રહેણાંક મકાનમાંથી 36 હજારનો દારૂ પકડાયો 1 - image


જામનગર, તા. 4 નવેમ્બર 2021, ગુરૂવાર

જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના મકરાણી સણોસરા ગામમાં એક રહેણાંક મકાનમાંથી પોલીસે ઈંગ્લીશ દારૂનો જથ્થો પકડી પાડી મકાનમાલિકને ઝડપી લીધો છે. જેની પૂછપરછ હાથ ધરી છે.

કાલાવડ તાલુકાના મકરાણી સણોસરા ગામમાં રહેતા અને ખેતીકામ કરતા વિજયસિંહ જોરૂભા જાડેજા નામના શખ્સે પોતાના રહેણાંક મકાનમાં ઈંગ્લીશ દારૂની બાટલનો જથ્થો સંતાડ્યો છે, તેવી બાતમીના આધારે કાલાવડ ગ્રામ્ય પોલીસે દરોડો પાડયો હતો. જે દરોડા દરમિયાન રહેણાંક મકાનમાંથી છ પેટી ઈંગ્લીશ દારૂની બાટલી નો જથ્થો મળી આવ્યો હતો.

પોલીસે રૂપિયા 36 હજારની કિંમતનો ઈંગ્લીશ દારૂની બાટલનો જથ્થો કબજે કરી લઈ મકાન માલિક વિજયસિંહ જાડેજાની અટકાયત કરી લીધી છે. 

આ ઉપરાંત જામજોધપુર તાલુકાના સમાણાં ગામમાંથી જીતેન્દ્ર જીવાભાઈ વાઘેલા નામના એક શખ્સને પોલીસે ઈંગ્લીશ દારૂની બાટલ સાથે પકડી પાડયો છે.

Tags :