Get The App

જામનગરના ઉત્તર વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય રિવાબા જાડેજાનો નગરજનોના સ્વાસ્થ્ય સેવા માટે સેવાકીય અભિગમ

Updated: Jun 7th, 2024

GS TEAM

Google News
Google News
જામનગરના ઉત્તર વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય રિવાબા જાડેજાનો નગરજનોના સ્વાસ્થ્ય સેવા માટે સેવાકીય અભિગમ 1 - image


જામનગરના ૭૮- ઉત્તર વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય રિવાબા જાડેજા દ્વારા જામનગરની ગુરુ ગોવિંદસિંઘ હોસ્પિટલમાં નગરજનોને સ્વાસ્થ્ય સેવાઓ મળી રહે, તેમ જ સ્વાસ્થ્ય સંબંધીના કોઈપણ કાર્ય માટે પ્રતિબદ્ધતા દર્શાવી સંપર્ક નંબર જારી કરાયા છે, અને કોઈપણ ગરીબ દર્દીને નિશુલ્ક અને ઝડપી સારવાર મળી રહે, તે માટેના સેવાયજ્ઞ નો પ્રારંભ કર્યો છે.

ધારાસભ્ય રિવાબા જાડેજા દ્વારા જામનગરની જી.જી. હોસ્પિટલમાં સ્વાસ્થ્ય સેવા મેળવવા માટે આવનારા કોઈપણ દર્દી અથવા તેમના સગા વાલાઓએ ઇમરજન્સી સારવારની જરૂરિયાત માટેના ૯૨૨૭૮ ૪૯૯૯૯  તેમજ ૯૯૨૫૦ ૨૨૨૪૪  નંબરો જાહેર કરવામાં આવ્યા છે, જેનો સંપર્ક કરવાથી દર્દીઓને ઝડપી સારવાર મળી રહે, તે માટેની પ્રતિબધતા  દર્શાવાઇ છે.

જામનગરમાં વસવાટ કરતા ગરીબી પરિવારોને એમ આર આઈ અને સીટી સ્કેન જેવા રિપોર્ટ કરાવી આપવા માટે ધારાસભ્ય દ્વારા વિશેષથી ભલામણ કરવામાં આવશે, તેવી પણ જાહેરાત કરાઈ છે. સાથે સાથે ગંભીર રોગો જેવા કે કિડની, હૃદય, કેન્સર, લીવર, થેલેસેમિયા અને ફેફસા ટ્રાન્સ પ્લાન્ટ ના નિદાન અને સારવાર માટે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી રાહત ફંડ માંથી પણ જરૂરી મદદ મળી રહે, તે માટેની ભલામણ પણ કરાશે તેવી આ તકે ધારાસભ્ય રિવાબા દ્વારા જાહેરાત કરવામાં આવી છે.

ઉપરાંત દર્દીઓ માટે નિશુલ્ક આયુષ્માન કાર્ડ પણ બનાવી આપવાની જાહેરાત કરવામાં આવી છે. જે માટે ધારાસભ્યશ્રી રિવાબા જાડેજાના (જનસેવા કાર્યાલય- કુબેર એવન્યુ ની ઉપર પહેલા માળે ગુરુદ્વારા ચાર રસ્તા પાસે નો સંપર્ક સાધવા અનુરોધ કરાયો છે.

Tags :