જામનગરના 42 અને દેવભૂમિ દ્વારકા માંથી આવેલા 2 સેમ્પલોના રિપોર્ટ નેગેટિવ આવતા રાહત
જામનગર, તા. 22 એપ્રીલ 2020, બુધવાર
જામનગરની સરકારી ગુરુ ગોવિંદસિંઘ હોસ્પિટલમાં ગઇ રાત્રે જામનગર જિલ્લાના 42,અને દ્વારકા જીલ્લા નાં 2 સહિત 44 સેમ્પલો ચકાસણી માટે આવ્યા હતા. જેની ચકાસણી થયા પછી તમામ ના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.
જામનગર શહેર અને દરેડ વિસ્તારના 42 સેમ્પલો ગઇ કાલે રાત્રે ચકાસણી માટે આવ્યા હતા. ઉપરાંત દેવભૂમિ- દ્વારકા જીલ્લાના 2 મળી 44 કોરોનાવાયરસ ના શંકાસ્પદ દર્દીઓના સેમ્પલો નું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. અને તમામ 44 સેમ્પલનો રિપોર્ટ નેગેટીવ આવતા બન્ને જિલ્લા માટે રાહતના સમાચાર મળ્યા છે.