જામનગર શહેર અને દરેડ વિસ્તારમાંથી એકત્ર કરાયેલા 19 દર્દીઓના રિપોર્ટ નેગેટિવ આવ્યા
જામનગર, તા. 15 એપ્રીલ 2020, બુધવાર
જામનગર શહેર ઉપરાંત દરેડ અને મસિતિયા વિસ્તારમાંથી ગઇકાલે બીજા રાઉન્ડમાં કોરોના વાયરસના 19 શંકાસ્પદ દર્દીઓના સેમ્પલો લેવામાં આવ્યા હતા, અને તેનું રાત્રે પરીક્ષણ કર્યા પછી તમામ ના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. આ ઉપરાંત દેવભૂમિ દ્વારકા જિલ્લાના ચાર સેમ્પલનો રિપોર્ટ પણ નેગેટિવ આવ્યા છે.
જામનગર શહેરમાંથી તેમજ દરેડ અને મસિતિયા આસપાસ ના વિસ્તારમાં આરોગ્ય વિભાગની ચેકીંગ ટુકડીઓ દ્વારા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. અને ગઈ કાલે બીજા રાઉન્ડમાં કુલ 19 સેમ્પલો એકત્ર કરવામાં આવ્યા હતા. અને જી.જી.હોસ્પિટલ ની લેબોરેટરીમાં ચકાસણી માટે મોકલવામાં આવ્યા હતા.
જે નું રાત્રિ ભર પરીક્ષણ કર્યા પછી આજે સવારે તમામ 19 સેમ્પલના રિપોર્ટ નેગેટીવ આવતા તંત્ર માટે રાહતના સમાચાર મળ્યા છે. આ ઉપરાંત દેવભૂમિ દ્વારકા જિલ્લા માંથી પણ કોરોનાવાયરસ ના શંકાસ્પદ દર્દીઓ ના સેમ્પલો પૃથ્થકરણ માટે આવ્યા હતા. જેનો પણ રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.