Gujarat
જામનગરના 18 સહિત સૌરાષ્ટ્રમાંથી આવેલા 33 સેમ્પલોના રિપોર્ટ નેગેટિવ આવતાં વધુ એક રાહતના સમાચાર
By GS Team
20 Apr 20201 min read
This article was originally published on 20 Apr 2020

જામનગર, તા. 20 એપ્રીલ 2020, સોમવાર
જામનગરની સરકારી ગુરુ ગોવિંદસિંઘ હોસ્પિટલમાં આજે જામનગર જિલ્લાના 18, પોરબંદર જિલ્લાના 10 અને ગીર સોમનાથના પાંચ સહિત 33 સેમ્પલો ચકાસણી માટે આવ્યા હતા. જેની ચકાસણી થયા પછી તમામના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.
જામનગર શહેર અને દરેડ વિસ્તારના અઢાર સેમ્પલો આજે સવારે ચકાસણી માટે આવ્યા હતા. ઉપરાંત પોરબંદરના દસ અને ગીર સોમનાથના પાંચ કોરોનાવાયરસ ના શંકાસ્પદ દર્દીઓ ના સેમ્પલો નું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. અને તમામ ૩૩ સેમ્પલનો રિપોર્ટ નેગેટીવ આવતા ત્રણે જિલ્લા માટે રાહતના સમાચાર મળ્યા છે.




