Get The App

જામનગરમાં ગુરુનાનકજીની 554 મી જન્મજયંતી નિમિત્તે ગુરુદ્વારા ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમનું આયોજન

Updated: Nov 21st, 2023

GS TEAM


Google News
Google News
જામનગરમાં ગુરુનાનકજીની 554 મી જન્મજયંતી નિમિત્તે ગુરુદ્વારા ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમનું આયોજન 1 - image

image : Freepik

જામનગર,તા.21 નવેમ્બર 2023,મંગળવાર

જામનગરમાં ગુરુદ્વારામાં આગામી ગુરુનાનકજીની 554 મી જન્મજયંતિની ભારે ધામધૂમ પૂર્વક ઉજવણી થશે, અને જે ઉજવણીના ભાગરૂપે વિશેષ  ધાર્મિક કાર્યક્રમો યોજાશે.

જે ઉજવણી ના ભાગ રૂપે આવતીકાલ તા.22 થી તા.25 સુધી 4 દિવસ પ્રભાત ફેરીનું આયોજન કરવામાં આવ્યું છે. જે પ્રભાતફેરી સવારે 5.45 વાગ્યાએ ગુરૂદ્વારાથી પ્રસ્થાન થશે અને ગુરુનાનક જયંતિની નિમિતે યોજાયેલી 4 દિવસીય પ્રભાતફેરી દરરોજ શહેરના વિવિધ વિસ્તારમાં ફરશે.

આ ઉપરાંત અન્ય ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. સાથો સાથ ગુરુદ્વારા મંદિર પરિસરને ઝળહળતી રોશની થી શણગારવામાં આવ્યું છે.

Tags :