Get The App

જામનગર શહેરમાં જુગાર અંગે ત્રણ સ્થળે દરોડા: ત્રણ મહિલા સહિત 21 શખ્સોની અટકાયત

Updated: Jan 3rd, 2022

GS TEAM

Google News
Google News
જામનગર શહેરમાં જુગાર અંગે ત્રણ સ્થળે દરોડા: ત્રણ મહિલા સહિત 21 શખ્સોની અટકાયત 1 - image

જામનગર, તા. 03

જામનગર શહેરમાં ગઈકાલે મોડી સાંજે પોલીસે જુદા-જુદા ત્રણ સ્થળોએ જુગાર અંગે દરોડા પાડયા છે, અને ત્રણ મહિલાઓ સહિત 21શખ્સોની અટકાયત કરી લીધી છે. જેમાં ગંજીપાનાનો જુગાર અંગે બે દરોડા પાડવામાં આવ્યા છે, જ્યારે ચકલી પોપટ ના જુગાર અંગે નો ત્રીજો દરોડો પાડવામાં આવ્યો છે.

જામનગરના ગોકુલ નગર નજીક દલવાડી નગર શેરી નંબર પાંચ માંથી જાહેરમાં ગંજીપાના વડે હારજીતનો જુગાર રમી રહેલી યાસ્મીન બેન અનવર ભાઈ સેતા, શોભનાબા બળદેવસિંહ ગોહિલ, રોશનબેંન એલિયાસભાઈ, તેમજ વિનુભાઈ ધીરજભાઈ નિમાવત વગેરે ૪ શખ્સોની અટકાયત કરી લઇ, તેઓ પાસેથી રૂપિયા 12,6૦૦ ની રોકડ રકમ અને જુગારનું સાહિત્ય કબ્જે કર્યું છે.

જુગાર અંગે નો બીજો દરોડો જામનગરના ધરારનગર વિસ્તારમાં પાડવામાં આવ્યો હતો. જ્યાંથી ચકલી પોપટ નો જુગાર રમી રહેલા જાવીદ જમાલભાઈ ખુંભિયા, હિરેનગીરી કાંતિગિરી ગોસાઈ સહિત 11 આરોપીઓની પોલીસે અટકાયત કરી લીધી છે, અને તેઓ પાસેથી રૂપિયા 1૦,17૦ ની રોકડ રકમ અને ચકલી પોપટ નામના જુગાર ને લગતું સાહિત્ય કબજે કરી લીધું છે.

જુગાર અંગેનો ત્રીજો દરોડો જામનગરના પાણાખાણ નજીક ગરીબ નગર વિસ્તારમાં પાડવામાં આવ્યો હતો. જ્યાંથી જાહેરમાં ગંજીપાના વડે હારજીતનો જુગાર રમી રહેલા શેરમામદ કાસમભાઈ મોવર, કરીમ દાઉદ જેડા સહિત છ આરોપીઓની અટકાયત કરી લઇ તેઓ પાસેથી રૂપિયા 16,5૦૦ની રોકડ રકમ તેમજ જુગારનું સાહિત્ય કબ્જે કર્યું છે.