જામનગરમાં આવાસ કોલોની વિસ્તારમાં જુગાર અંગે દરોડો
જામનગર તા. 06
જામનગરમાં વામ્બે આવાસ કોલોની વિસ્તારમાં પોલીસે જુગાર અંગે દરોડો પાડીને જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમી રહેલા ત્રણ શખ્સોને પકડી પાડયા છે, અને રોકડ રકમ તથા જુગારનું સાહિત્ય કબ્જે કર્યું છે.
જામનગરની સીટી-સી ડિવિઝનના પોલીસ સ્ટાફે મયુર નગર વિસ્તારમાં આવેલી વામ્બે આવાસ કોલોનીમાં દરોડો પાડી જાહેરમાં ગંજીપાના વડે હારજીતનો જુગાર રમી રહેલા હાનિફ ઉર્ફે વિનિય ઈસ્માઈલભાઈ સાટી સુનિલ કરસનભાઈ ભાટિયા તેમજ કિરીટસિંહ ભીખુભા રાઠોડની અટકાયત કરી લઇ તેઓ પાસેથી રૂપિયા 11,720ની રોકડ રકમ અને જુગારનું સાહિત્ય કબ્જે કર્યું છે.