Get The App

જામ જોધપુર માર્કેટીંગ યાર્ડ દ્વારા કરોડો રૂપિયાની બજારભાવ કરતા ઉંચા ભાવે જમીન ખરીદ કરવા સામે વિરોધ વંટોળ

Updated: Apr 21st, 2023

GS TEAM

Google News
Google News
જામ જોધપુર માર્કેટીંગ યાર્ડ દ્વારા કરોડો રૂપિયાની બજારભાવ કરતા ઉંચા ભાવે જમીન ખરીદ કરવા સામે વિરોધ વંટોળ 1 - image


માર્કેટીંગ યાર્ડના ભાજપના જ એક સદસ્ય દવારા નાયબ નિયામકને પત્ર પાઠવી વિરોધ દર્શાવાયો

જામનગર, તા. 21 એપ્રિલ 2023 શુક્રવાર

જામ જોધપુર માર્કેટીગ યાર્ડમા હાલ ભાજપનું શાસન છે, ત્યારે માર્કેટીંગ યાર્ડ દ્વારા સ્થાનીક ખેડુત પાસેથી ૭૩ વિધા અને ૧૨ ગુઠા જમીન ખરીદ કરવાનું હાથ ધરાયું છે, ત્યારે આ જમીન ખરીદી બાબને ભાજપના જ એક ડાયરેકટર દ્વારા આ જમીન  ઉંચા ભાવે ખરીદવા બાબતે વિરોધ કરી નાયબ નિયામકને પત્ર પાઠવતાં જામ જોધપુર ભાજપમા ચાલતો જુથવાદ ખુલ્લો પડી જવાથી રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. 

પત્રમા જણાવ્યા અનુસાર માર્કેટીંગ યાર્ડની આર્થિક સ્થિત જોતાં આ જમીન ખરીદવાનું હાલ હિતાવહ નથી, તેમજ વર્તમાન પરિસ્થિતીમાં માર્કેટીંગ યાર્ડ ઉપર અગાઉથી જ ચાર કરોડ રૂા.ની લોન ચાલુ છે. જેમનું ૮ -૩૫ ટકા લેખે વર્ષ દરમ્યાન ૩૩ લાખ જેટલું વ્યાજ થતું હોય, અને નવી જમીન લેવા અનામત ભંડોળ ન હોય, નવી લેવી પડતી લોનનું વ્યાજ ચૂકવવું પડશે. 

તદઉપરાંત હાલમા કર્મચારીના પગાર, ખેડુત અકસ્માત વિમો, તથા અન્ય પરચુરણ ખર્ચ જોતાં નવી જમીન આર્થિક રીતે પરવડે તેમ નથી. હાલમા માકેટીંગ પાર્ડ પાસે ભંડોળન હોય, આ જમીન પર બાંધકામ કરવા વાર લાગે. વળી હાલમા આ જમીન ખરીદવાની કોઈ જરિયાત ન હોય, ક્યા કારણસર આ જમીન બજાર કિમત કરતાં ઊંચા ભાવે ખરીદવા મા આવે છે, જેમની યોગ્ય તપાસની માગણી સાથે જમીન ખરીદવાનો ભાજપના જ માર્કેટીંગ યાર્ડના એક સદસ્ય દવારા વિરોધ નોંધાવતાં ચકચાર મચી જવા પામી છે.

Tags :