જામનગર મહાનગરપાલિકા દ્વારા ફાયર કમ ડ્રાઇવરની 42 હંગામી જગ્યા ભરવા માટે કાર્યવાહી
જામનગર તા. 11 ડિસેમ્બર 2020, શુક્રવાર
જામનગર મહાનગરપાલિકા દ્વારા ફાયર બ્રિગેડ શાખામા છ મહિના માટે તદ્દન હંગામી ધોરણે કરારને આધીન ફિક્સ પગારથી ફાયરમેન-કમ-ડ્રાઇવરની 42 જગ્યાઓ ભરવા માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
જામનગર મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડ શાખામા ફાયરમેન ની જગ્યાઓ ખાલી હોવાથી કરાર આધારીત છ મહિના માટે આગામી ધોરણે જગ્યા ભરવા માટેની કાર્યવાહી નાયબ કમિશનર દ્વારા હાથ ધરવામાં આવી છે, અને તે અંગેના ઇન્ટરવ્યૂ બહાર પાડવામાં આવ્યા છે.
તદ્દન હંગામી ધોરણે કરારને આધીન 11,500ના માસિક પગારથી 42 જગ્યાઓ ભરવા માટેની જાહેરાત કરાઇ છે, અને તે અંગેની જામનગર મહાનગરપાલિકાની વેબસાઈટમાં અરજીનો નમુનો મુકાયો છે. જે ભરેલા અરજીપત્રકો સાથે આગામી 22 ડિસેમ્બર ના સવારે 9.00 વાગ્યે મહાનગરપાલિકાના ફાયર ટર્મિનલ ખાતે હાજર રહેવા જણાવાયું છે.