Get The App

જામનગરના બસ સ્ટેશનને આધુનિક બસ પોર્ટ બનાવવા માટે રાજ્યના મુખ્યમંત્રી તેમજ વાહન વ્યવહાર મંત્રીને રજૂઆત

Updated: Dec 28th, 2022

GS TEAM


Google News
Google News
જામનગરના બસ સ્ટેશનને આધુનિક બસ પોર્ટ બનાવવા માટે રાજ્યના મુખ્યમંત્રી તેમજ વાહન વ્યવહાર મંત્રીને રજૂઆત 1 - image


- ગુજરાત રાજ્યના કૃષિ મંત્રી સહિત જામનગર જિલ્લાના ચારેય ધારાસભ્યો દ્વારા રાજ્યના વાહન વિભાગને પત્ર પાઠવાયો

જામનગર,તા.28 ડિસેમ્બર 2022,બુધવાર

જામનગરના બસ સ્ટેશનને આધુનિક બસ-પોર્ટ બનાવવા માટે ગુજરાત રાજ્ય સરકારના કૃષિ મંત્રી રાઘવજી પટેલ સહિત જામનગર જિલ્લાના ચારેય ધારાસભ્યોએ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તેમજ વાહન વ્યવહાર વિભાગના રાજ્યમંત્રી હર્ષ સંઘવીને પત્ર પાઠવી સત્વરે આધુનિક બસ પોર્ટ બનાવવા માંગણી કરી છે.

 ગુજરાત રાજ્ય સરકાર દ્વારા સમગ્ર ગુજરાતના જિલ્લા સ્તરના તમામ એસટી બસ સ્ટેશન અને પીપીપી ધોરણે આધુનિક બસ પોર્ટ બનાવવામાં આવી રહ્યા છે જેનો લાભ રાજ્યભરની જનતા લઈ રહી છે. જેના થકી રાજ્ય સરકારની પણ એક સારી ઇમેજ આમ જનતામાં ઊભી થઈ છે.

જામનગરના બસ સ્ટેશનને આધુનિક બસ પોર્ટ બનાવવા માટે રાજ્યના મુખ્યમંત્રી તેમજ વાહન વ્યવહાર મંત્રીને રજૂઆત 2 - image

 જામનગર ખાતે પીપીપી ધોરણે આધુનિક બસ ટર્મિનલ બનાવવા માટે વર્ષ ૨૦૧૨માં ટેન્ડર માંગવામાં આવ્યા હતા, જેમાં એક માત્ર બીડ મળવા પામી હતી, ત્યારબાદ એસટી નિગમ દ્વારા ૨૦૧૬ માં જિલ્લા સ્તરના ૧૪ સ્થળોએ બસ સ્ટેશનને પીપીપી ધોરણે વિકસાવવા માટે ટેન્ડર માંગવામાં આવ્યા હતા, જે પૈકી જામનગર માટે એક પણ બિડ ઓફ નિગમને મળી ન હતી.

 જેના કારણે જામનગર બસ સ્ટેશનના પ્રોજેક્ટનો વિકાસ કરવા માટે પૂરતા બિડના મળવાના કારણે મધ્યસ્થ કચેરી રાણીપ અમદાવાદ દ્વારા જામનગરને પીપીપી ધોરણની મંજૂરી વર્ષ ૨૦૨૧માં રદ કરી રાજ્ય સરકાર દ્વારા ફાળવવામાં આવતાં મૂડીકૃત બજેટમાંથી ડેવલપ કરવાની મંજૂરી આપવામાં આવી હતી.

 તાજેતરમાં પુનઃ સરકાર દ્વારા વર્ષ ૨૦૨૨ માં જામનગર ખાતે પીપીપી ધોરણે અદ્યતન બસ સ્ટેશન બનાવવાની કાર્યવાહી કરવાનો નિર્ણય લેવાયો છે, જેથી આપના સ્તરે ફરીથી રાજ્ય સરકાર દ્વારા ફાળવવામાં આવતા મૂડીકૃત બજેટમાંથી જામનગર ખાતે અધ્યતન બસ સ્ટેશન તથા વર્કશોપ બનાવવા માટેની યોગ્ય કાર્યવાહી થાય, તેવી ગુજરાત રાજ્યના કૃષિ મંત્રી અને જામનગર ગ્રામ્ય વિસ્તારના ધારાસભ્ય રાઘવજી પટેલ, કાલાવડ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય મેઘજી ચાવડા, જામનગર ઉત્તર વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય રીવાબા જાડેજા, તેમજ દક્ષિણ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય દિવ્યેશ અકબરી દ્વારા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તેમજ વાહન વ્યવહાર વિભાગના રાજ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે.

જામનગરના બસ સ્ટેશનને આધુનિક બસ પોર્ટ બનાવવા માટે રાજ્યના મુખ્યમંત્રી તેમજ વાહન વ્યવહાર મંત્રીને રજૂઆત 3 - image

 વધુમાં જો આ પ્રકારે સરકાર દ્વારા મૂડીકૃત બજેટમાંથી એસટી નિગમ દ્વારા બસ સ્ટેશન અને વર્કશોપ જામનગર ખાતે નિર્માણ કરવામાં આવશે, તો તે ઝડપી અને પ્રજાલક્ષી બની રહે શકે તેવું છે. આથી આ બાબતે ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર વિભાગની કચેરી મારફતે અંગત  લક્ષ્ય દાખવી યોગ્ય કરવામાં આવે, તેવી રાજ્યમંત્રી હર્ષ સંઘવી સમક્ષ રજૂઆત કરવામાં આવી છે. 

ગુજરાત રાજ્યના કૃષિમંત્રી ઉપરાંત કાલાવડના ધારાસભ્ય મેઘજી ચાવડા જામનગર ૭૮ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય રિવાબા જાડેજા અને ૭૯ દક્ષિણ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય દિવ્યેશ અકબરી તેમજ તેઓની સાથે જામનગર શહેર ભાજપના અધ્યક્ષ ડો. વિમલભાઈ કગથરા પણ રજુઆતમાં જોડાયા હતા.

Tags :