જામનગરમાં મોડી રાત્રી સુધી બીનજરૂરી ચા-પાન ગલ્લે બેસનારા તેમજ રોમિયોગીરી કરતા શખ્સો પર પોલીસની તવાઈ
- જામનગર શહેરમાં ટ્રાફિક નિયમોનો ભંગ કરનારા અને રાત્રીના બિનજરૂરી અડિંગો જમાવનારાઓ સામે પોલીસની લાલ આંખ
જામનગર,તા.29 જાન્યુઆરી 2024,સોમવાર
જામનગર શહેરમાં ટ્રાફિક નિયમનનો ઉલ્લંઘન કરનારાઓ તેમજ મોડી રાત્રે સુધી ચા પાનના ગલ્લે બેસીને રોમિયોગીરી કરનારા તત્વો સામે પોલીસ તંત્રએ લાલ આંખ કરી છે, અને ગઈકાલે રાત્રે સિટી એ. ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાં કડક ઝુંબેશ હાથ ધરી, કેટલાક તત્વોને પાઠ ભણાવ્યા છે. ત્યારે તેઓ સામે દંડકીય કાર્યવાહી કરવામાં આવી છે.
જામનગર જીલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સુચનાથી સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પી.આઇ. એન.એ.ચાવડા ના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. વી.આર.ગામેતી સહિત સર્વેલન્સ દ્વારા જામનગર શહેરનો હોસ્પિટલ રોડ તરીકે ઓળખાતો જોલી બંગલો રોડ પર નાઇટ ટ્રાફિક ડ્રાઇવ સાથે ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જેમાં કુલ પાંચ મોટર સાઇકલ ડીટેન કરાયા હતા, તથા રૂ.1200નો દંડ વસૂલવામાં આવ્યો હતો. આ ઝુંબેશ શહેરના અલગ અલગ વિસ્તારમાં અવિરત ચાલુ રાખવામાં આવી છે